રાજકોટ
News of Wednesday, 24th October 2018

પર્સનાલીટી કપડાની નહિં, પણ વિચારોની રાખો, આમ કરશો તો દુનિયા તમને માત્ર લાઈક નહિ ફોલો કરશેઃ સંજય રાવલ

ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા ''ઉડાન એક અલગ વિચાર'' શિર્ષક અંતર્ગત કડવા પાટીદાર યુવક- યુવતીઓ માટે મોટીવેશનલ યુવા સંમેલનઃ આપણા સમાજને એક નોલેજ યુનિવર્સીટી બનાવવી જોઈએઃ પટેલ સેવા સમાજ પ્રમુખ અરવિંદભાઈ પટેલ

રાજકોટઃ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા 'ઉડાન એક અલગ વિચાર' શીર્ષક અંતર્ગત કડવા પાટીદાર યુવક- યુવતીઓ માટે મોટીવેશનલ યુવા સંમેલનનું આયોજન સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતો. મલ્ટીપર્પઝ હોલના દાતા અને ટ્રસ્ટીશ્રી નંદલાલભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને આ સંમેલન મળ્યુ હતું. જેમાં આઠ હજાર  કરતા વધારે યુવક- યુવતીઓ રજીસ્ટ્રેશન કરાવીને ઉપસ્થિત રહ્યા હતા.

આ યુવા સંમેલનને જાણીતા મોટીવેશનલ સ્પીકર લેખક અને ફિલ્મ પ્રોડ્યુસર શ્રીસંજય રાવલે સંબોધિત કર્યું હતું. તેઓએ યુવાનોને સફળતાના સુત્રો આપતા જણાવ્યું કે પ્રમાણિકતા, મહેનત, ઈમાનદારી, ફીઝીકલ ફિટનેસ સાથે જીવનને નિવ્યર્સની બનાવા પર ભાર મુકયો હતો. વર્તમાન શિક્ષણ પ્રથાના દુષણો દુર કરી તેમાં આમૂલ પરિવર્તન લાવવાની અપીલ કરી હતી. દેશમાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકો ભષ્ટ્રાચાર અપનાવીને રાષ્ટ્રનું નુકશાન કરી રહ્યા છે. વધુમાં તેમણે પર્સનાલીટી કપડાની નહી. પરંતુ વિચારોની પાડો, આમ કરશો તો દુનિયા તમને માત્ર લાઈક નહી પરંતુ ફોલો કરશે. બીજાને ઉપયોગી થવા માટે યોગી થવાની જરૂર નથી. જીવનમાં શ્રદ્ધા જરૂર રાખો પરંતુ નાની-મોટી અંધશ્રદ્ધાઓનો ત્યાગ કરો.

શ્રી પટેલે સેવા સમાજના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ જણાવ્યું હતું કે આપણા સમાજને એક નોલેજ યુનિવર્સીટી બનાવવી જોઈએ અને તે માટે છેલ્લા દોઢ વર્ષમાં વડીલ વંદના, ઓદ્યોગિક સેમીનાર, સાસુ- વહુ અને દીકરીનું સંમેલન અને આ યુવા સંમેલન એમ જુદા- જુદા ચાર સંમેલનોએ સમાજ માટેની મારી કલ્પનાને પરિપૂર્ણ કરી છે, પરંતુ મારી સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે સમાજની સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનિષ ચાંગેલાએ અભૂતપૂર્વ પુરષાર્થ કરીને સમાજના બ્રાન્ડ એમ્બેસેડરનું બિરૂદ યથા યોગ્ય રીતે પુરવાર કર્યું છે. શ્રી મનિષ ચાંગેલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સામાજિક અને શૈક્ષણિક વિગતો વિસ્તારથી જણાવી હતી.સ્વાગત પ્રવચન ઉમિયા યુવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી રવિ ચાંગેલાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે શૈક્ષણિક જાગૃતિ સાથે યુવાનોમાં અવેરનેસના કાર્યક્રમો તથા સરકારી યોજનાઓ છેવાડાના માણસો સુધી પહોંચાડવાની કામગીરી અમારા યુવાનો દ્વારા હાથ ધરવામાં આવે છે. પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળ સાથે સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રી નંદલાલભાઈ માંડવીયાના સહયોગ મળેલ. સંચાલન મેહુલ ચાંગેલાએ તથા આભાર વિધિ હિરેન સાપોવડીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં નંદલાલભાઈ માંડવીયા, મોલેશભાઈ ઉકાણી, વસંતભાઈ ભાલોડીયા, જયંતીભાઈ ફળદુ, કિશોરભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરીયા, જમનભાઈ વાછાણી, ઈશ્વરભાઈ વાછાણી, સ્મિતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ, જગદીશભાઈ પરસાણીયા, અમુભાઈ ડઢાણીયા, ગોપાલભાઈ ખીરસરીયા, વલ્લભભાઈ પટેલ, રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી ગોતમભાઈ ધમસાણીયા, કાન્તીભાઈ મારડીયા, પ્રો.જે.એમ.પનારા, નટુભાઈ ફળદુ ઉપરાંત ઉમિયા યુવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રમુખ રવિ ચાંગેલા, હિરેન સાપોવડીયા, મંથન ડઢાણીયા, ડો.મિલન ધરસંડિયા, ડો.કે.વી.પટેલ, ડો.મનીષ વિડજા, કેવલ ખીરસરીયા, દેવેન દેત્રોજા, અંકુર માંકડીયા, જય કડીવાર સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના મહિલા મંડળના પ્રમુખશ્રી વિજયાબેન વાછાણી, રાજેશ્રીબેન રોજીવાડીયા, હેતલબેન કાલરીયા, કંચનબેન મારડીયા, ચંદ્રિકાબેન ટીલવા, સુરેખાબેન કનેરીયા, નયનાબેન ડાંગરેશીયા, ગીતાબેન ગોલ, રીટાબેન કાલાવડીયા, વર્ષાબેન મોરી, શીતલબેન ડેકીવાડીયા સહિતની મહિલાઓએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૮)

(3:55 pm IST)