રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા કાલે પ્રતિભા સન્માન સમારોહ- ડીરેકટરી વિમોચન
૧૨૦ તેજસ્વી તારલાઓને મેડલ, પારિતોષિક, પ્રમાણપત્રથી સન્માન
રાજકોટઃ શહેરના મોટી ટાંકી ચોકમાં આવેલ કોટક સ્કુલ ખાતે શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા મંડળના તેજસ્વી તારલાઓ માટે ''પ્રતિભા સન્માન સમારોહ-૨૦૨૨'' આવતી કાલેતા.૨૫ના રવિવારે સવારે ૯.૩૦ થી યોજાશે.
આ પ્રસંગે યુવક-યુવતિ પરિચય ડિરેકટરી -૨૦૨૨નું વિમોચન પણ કરવામા આવશે.
તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, શિલ્ડ, આકર્ષક પારિતોષિક અને સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરાશે.શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા યુવક-યુવતિ પરિચય ડિરેકટરી ૨૦૨૨માં કુલ ૪૯૦ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. કુલ ૧૨૦ તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવામાં આવશે.
શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અધ્યક્ષસ્થાને, ડો. નિશાંતભાઇ ચોટાઇ- કારોબારી પ્રમુખ, શ્રીમતિ રીટાબેન કોટક - મંત્રીશ્રી ડો. હિમાંશુભાઇ ઠક્કર-મંત્રીશ્રી, શ્રી ધવલભાઇ ખખ્ખર-ઇન્ટરનલ ઓડિટરશ્રી, શ્રી યોગેશભાઇ પુજારા (પુજારા ટેલીકોમ), શ્રી દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્ટેટ), શ્રી સતીશભાઇ કુંડલિયા, શ્રી કલ્પેશભાઇ દક્ષિણી, શ્રી રમેશભાઇ ઠકકર, શ્રી નટુભાઇ કોટક( ચેરમેનશ્રી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ) વિ. ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્થાનાં પ્રમુખ શ્રી કેતનભાઇ કોટક,મંત્રીશ્રી સુનીલભાઇ શિંગાળા, સલાહકાર શ્રી નવીનભાઇ ઠકકર, શ્રી રંજનબેન પોપટ, સમિતિ અધ્યક્ષશ્રી ભરતભાઇ દ્રોણ, શ્રી જીલેશભાઇ શિંગાળા, શ્રી સુધીરભાઇ દત્તા, શ્રી ભરતભાઇ પાવાગઢી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)