લૂંટ અને ચોરીના સાત ગુનામાં સામેલ નવઘણ સાડમીયા ફરી ચોરાઉ બાઇક સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ કિરતસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી
રાજકોટ, તા. ર૪ : શહેરના યાજ્ઞિક રોડ પર ઠાકરધણી હોટેલ પાસેથી અગાઉ-લૂંટ અને ચોરીના સાત ગુનામાં સામેલ શખ્સને ચોરાઉ બાઇક સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.
શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘરફોડી ચોરી, ચીલઝડપ, વાહન ચોરી, લૂંટ અને છેતરપીંડીના ગુના શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે સૂચના આતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ. બાય બી. જાડેજા તથા જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી. એસઆઇ. એમ. જે. હુણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એક શખ્સ યાજ્ઞિક રોડ પર ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની હેડ કોન્સ કિરતસિંહ ઝાલા તથા કોન્સ પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા યાજ્ઞિક રોડ ઠાકરધણી હોટેલ પાસેથી જી.જે. ૧૬ ડી ૬૬૧૭ નંબરના ચોરાઉ બાઇક સાથે નવધણ રામજીભાઇ સાડમીયા (ઉ.વ.રર) (રહે. સ્વામી-નારાયણ મંદિર સામે જલારામ પેટ્રોલ પંપ પાસે મુળ સાલખડા ગામ તા. ચોટીલાને પકડી લીધો હોત. પોલીસની પુછપરછમાં નવઘણ અગાઉ રાજકોટ, કાલાવડ અને ગોંડલમાં લૂંટ તથા વાહન ચોરીના સાત ગુનામાં પકડાઇ ચુકયો છે અને પાસામાં પણ જઇ ચુકયો હોવાનું જાણવા મળ્યુ છે આ કામગીરી પીએસઆઇ એમ. જે. હુણ, એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ હેડ કોન્સ. અમીતભાઇ, કિરતસિંહ, નગીનભાઇ, સંજયભાઇ, કુલદીપ સિંહ તથા પ્રદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.