અમિતાભ બચ્ચનથી ડરીને ૧૭ કલાકમાં ૨૫ કપ ચા પીનાર સુદેશ ભોંસલે બન્યા અમિતાભનો અવાજ
૧૬ ઓકટોબરે રાજકોટમાં યોજાશે સુરીલી સાંજ..
‘જુમ્મા-ચુમ્મા દે દે' ગીતનું અંતિમ રિહર્સલ સવારે ૯ વાગ્યે શરૂ થયું હતું. તે સમયે સુદેશજીને સ્ટેજ પર રેકોર્ડિંગ કરવાની આદત નહોતી, કારણ કે તેઓ ત્યારે નવા હતા. જયારે તેઓ ગીત રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચન નજીકમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તેઓ બ્રેક દરમિયાન વચ્ચે વચ્ચે આવી જતા હતા. સુદેશજી નવા હતા એટલે અમિતજીની હાજરીથી એટલા ગભરાઇ ગયા કે કંઈ પણ ખાવાનું ખાઇ ન શક્યા. તેમણે ૧૭ કલાક દરમિયાન ૨૫ કપ ચા પીધી હતી.! જયારે સાથે રહેલા કવિતા કૃષ્ણમૂર્તિ તેમને સતત પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આખરે આ ગીતનું ફાઈનલ ટેક બપોરે ૨ વાગ્યે પૂરું થયું... અમિતાભ બચ્ચનનો અવાજ બની ગયેલા સુદેશ ભોંસલે રાજકોટમાં પર્ફોમ કરી અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલા લાજવાબ ગીતોનો રીતસર વરસાદ કરશે.
સુદેશ ભોંસલેએ છેલ્લા બે દાયકામાં અમિતાભ બચ્ચન માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. આ ગીતો એવા છે કે જો તમે તેને ઘણી વાર સાંભળશો તો તમને લાગશે કે અમિતાભ બચ્ચન પોતે ગાઇ રહ્યા છે. પહેલા કિશોર કુમારને અમિતાભ બચ્ચનનો અવાજ માનવામાં આવતા હતા. કિશોરદાએ બિગ બી માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. એ પછી સુદેશ ભોંસલેએ તેમની ટેલેન્ટથી બધાને ચોંકાવી દિધા છે. તેઓને ઘણા નવા ગીતો ગાવા ઉપરાંત જૂના ગીતો ખૂબ જ પસંદ છે. તે કિશોર કુમાર, રફીસાહેબ, મુકેશ જેવા દિગ્ગજ ગાયકોના ગીતો પર લાઈવ પરફોર્મન્સ આપે છે.
ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય વોઇસ આર્ટીસ્ટ તરીકે ઓળખ મેળવનાર સુદેશ ભોંસલે રાજકોટીયન્સ પર તેમના અવાજનો જાદુ કરવાના છે. નજીકના સમયમાંજ તેઓ રાજકોટ આવી રહ્યા છે. તેમના કંઠે લાજવાબ સદાબહાર નવા અને જુના ગીતોને માણવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. આ માટેનું સમગ્ર આયોજન રાજકોટ ખાતે બોલીવુડ ઇવેન્ટ ‘તાલ તરંગ' સંસ્થાના ભારતીબેન નાયક સંભાળી રહ્યા છે. ‘જર્ની ઓફ અમિતાભ બચ્ચન વિથ પ્લેબેક સિંગર સુદેશ ભોંસલે' કાર્યક્રમનો લાભ મેળવી શકાય છે. આ સંસ્થામાં એક થી ચડીયાતા બોલીવુડના ખ્યાતનામ ગાયકોના કાર્યક્રમો એક વર્ષમાં ૬ અપાશે પણ સભ્ય બનશે તેમને ૬ ઉપરાંત વધુ ૧ એટલેકે કુલ ૭ કાર્યક્રમ માણવા મળશે. સભ્યપદ કપલ અથવા ગ્રૂપમાં પણ લઇ શકાય છે. ‘તાલ તરંગ' માં જોડાવા બોલીવુડ ઇવેન્ટ્સના ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો સંપર્ક કરી શકાય છે.
દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન : અચૂક લાભ લ્યો
બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોંગ્સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ,
તમામ પ્રકારના મ્યુઝીકલ શો
સંપર્ક : ભારતી નાયક :
૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭