પ્રેમ પ્રકરણમાં પ્રિયાને ઠપકો મળતાં ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું
મોરબીનો બનાવઃ કોળી યુવતિએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયો
રાજકોટ તા. ૨૪: મોરબીમાં રહેતી કોળી યુવતિને તેના જ વિસ્તારના એક છોકરા સાથે પ્રેમ હોઇ આ બાબતે ઘરમાં જાણ થતાં તેણીને ઠપકો અપાતં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી પ્રિયા પ્રવિણભાઇ સનુરા (ઉ.વ.૧૭) નામની યુવતિએ ગત સાંજે ઘરમાં છતના હુકમાં સાડી બાંધી દેહ લટકાવી દેતાં પરિવરજનો જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ તેનું મોડી રાતે મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર પ્રિયા એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક ડ્રાઇવીંગ કરે છે. પરિવારજનોના કહેવા મુજબ પ્રિયાને એક છોકરા સાથે પ્રેમ હોઇ તેની જાણ ઘરમાં થતાં ઉમર નાની હોઇ ઠપકો અપાયો હતો. આ કારણે માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું.