રાજકોટ
News of Friday, 24th September 2021

રૈયા વિસ્તારની 2-3 BHK આવાસ યોજનાનું કામ ઝડપથી પુરૃં કરો : અમિત અરોરાની સૂચના

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-૯મા બની રહેલા રૈયા વિસ્તારમાં બનતા એલ.આઈ.જી અને એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત લઈ આવાસ પ્રોજેકટસની પ્રગતિ નિહાળી હતી. તેમજ આ બંને આવાસ યોજનાઓની કામગીરી ઝડપભેર પુરી કરી લાભાર્થીઓને તેની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવા સૂચના આપી હતી. એમ.આઈ.જી પ્રકારના આવાસ સાઈટ ખાતે શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવેલ છે. તેમાં ૩૪ દુકાનો બનાવાઈ છે. આ દુકાનોની હરાજીની પ્રક્રિયા શકય તેટલી ઝડપથી હાથ ધરવા કમિશનરશ્રીએ સૂચના આપી હતી. અત્રે એ નોંધનીય છે કે, એલ.આઈ.જી. પ્રકારની આવાસ યોજનામાં ૧૪૪ અને રૈયા ઉપરાંત મવડી અને વાવડી ખાતેની સાઈટ પરઙ્ગ એમ.આઈ.જી. પ્રકારના કુલ ૧૬૪૮ આવસો બનાવવામાં આવી રહયા છે. દરમિયાન કમિશનરે નાનામવા મેઈન રોડ પર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્ટોરમાં જે તે શાખાનું વર્ગીકૃત રેકર્ડ વ્યવસ્થિત ઢબે સાચવવામાં આવે તે પ્રકારે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે. આ મુલાકાત દરમ્યાન ડી.એમ.સી. એ.આર.સિંહ, સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રા,ઙ્ગ ટીપીઓ  એમ.ડી. સાગઠીયા, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, સહાયક કમિશનર એચ.કે.કગથરા, ડેપ્યુટી એન્જિનિયર પરેશ પટેલ, આસી. મેનેજર કૌશિક ઉનાવા વગેરે હાજર રહયા હતાં.

(3:37 pm IST)