રાજકોટ
News of Friday, 24th September 2021

તંત્ર ઘોર નિંદ્રામાં : કોંગ્રેસ દ્વારા જાતે ખાડા બુરવાનો નવતર કાર્યક્રમ

શહેરના ખરાબ રસ્તાના કારણે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા : અશોક ડાંગરનો કટાક્ષ

રાજકોટ, તા. ર૪ :  મેઘરાજાએ સમગ્ર રાજયમાં ખુબ જ મહેર કરી છે. ત્યારે ડેમો, નદીઓ વગેરેમાં પણ નવા નીર આવ્યા છે. ઉપરાંત ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. પણ પડેલ ભારે વરસાદથી શહેરના રોડ-રસ્તા ખાડા-ખબડાથી ભરપુર બન્યા છે. તેવામાં આજે શહેર કોંગ્રેસ દ્વારા આ ખાડાઓ બુરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરી મનપાના શાસકોને ઢંઢોળ્યા હતા.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતુ કે શહેરમાં મેઘરાજાએ મહેરબાની કરી છે અને સમગ્ર શહેરના પીવાના પાણીનો પ્રશ્નોે ફકત ૨૪ કલાકમાં જ ઉકેલ આપેલ છે ત્યારે મહાનગરપાલિકા ના તંત્રએ કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો   શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફકત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે.ફકત એક જ વરસાદમાં શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા હોઈ અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં  મહાનગરપાલિકા નિષ્ફળ નીવડેલ હોઈ ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાન માં કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા આજ રોજ તા. ૨૪ ના રોજ સાથે કેનાલ રોડ પર ના ખાડા માં રેતી અને કપચી નાખી ને ખાડા બુરવામાં આવ્યા હતા.

અશોકભાઈ ડાંગર દ્વારા કહેવામાં આવ્યું  હતું કે   શહેર ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયા ના આજે ૧૪ દિવસ જેવો સમય વીતી જવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ આ ખાડા બુરવા નીકળેલ છે.   ના મુખ્ય રસ્તાઓ સોરઠીયાવાડી રોડ, ૮૦ ફૂટ રોડ, માલવિયા ચોક, રૈયારોડ,  સંતકબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી,  પેડક રોડ, ભાવનગર રોડ, બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડા ના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તા ના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકા ના દુઃખાવાની લાઈનો લાગી છે. ત્યારે આજ રોજ શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો કાર્યકરો સાથે મળીને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા   શહેર ના મુખ્ય માર્ગ કેનાલ રોડ પર ના ખાડામાં રેતી અને કપચી નાખી ને બુરવામાં આવ્યા હતા જેથી આ ઘોર નિંદ્રા માં સુતેલું  મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. શહેર કોંગ્રેસ સમિતિ ના ખાડા બુરો અભિયાન માં   શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ બીજલભાઈ ચાવડીયા, કેયુરભાઈ મસરાણી, જગદીશભાઈ સાગઠીયા, પાંચાભાઈ વજકાણી, ગોકળભાઈ ડાભી, નારણભાઈ હીરપરા, રવિભાઈ ડાંગર, હર્ષ પટેલ  વિગેરે આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

(3:37 pm IST)