રાજકોટ
News of Friday, 24th September 2021

મેસવડાની સીમમાંથી ન્યુ શકિત સોસાયટીના સાગરને ૩૯ હજારના દારૂ સાથે પકડી લેવાયો

પીએસઆઇ પી. એમ. ધાખડા, મયુરભાઇ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા તથા ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૪: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવાના મેસવડા ગામની સીમમાંથી રાજકોટ સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટી-૧ શારદા સ્કૂલ પાસે રહેતાં સાગર મગનભાઇ મેર (કોળી) (ઉ.વ.૩૧)ને  રૂ.૩૯૨૨૮ના વિદેશી દારૂના ચપલા (નાની બોટલ) નંગ ૧૪૩ સાથે પકડી લીધો છે.ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયા અને પીઆ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના મયુરભાઇ પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. સાગર કોની પાસેથી આ દારૂ લાવ્યો? તે અંગે વધુ તપાસ થઇ રહી છે. 

(3:36 pm IST)