રાજકોટ
News of Friday, 24th September 2021

રાજકોટના પાટીદારોની અગ્રણી સંસ્થા ઉમિયા ક્રેડીટ સોસાયટીની ર૧મી વાર્ષિક સભા મળીઃ ૭૯ લાખનો નફો કર્યો

પાંચ હજાર પાટીદાર પરિવારો સાથે જોડાયેલ સોસાયટી દ્વારા ૧૪ ટકા ડીવીડન્ડ જાહેર

રાજકોટ તા. ર૪ : રાજકોટ શહેરમાં કાર્યરત એવી શ્રી ઉમિયા ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી., રાજકોટની ર૧મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં તા.૧૯/૯/ર૦ર૧ ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં મળેલ હતી.

સોસાયટીની આ વાર્ષિક સાધારણ સભામાં તમામ વિગતો રજુ કરતા વાઇસ ચેરમેન શ્રી પી.બી.ડઢાણીયા (સી.એ.) એ જણાવેલ કે, સોસાયટી શરૂ થઇ ત્યારથી આજ સુધી સોસાયટીનો વિકાસ એકધારો સતત સરખા પ્રમાણમાં થયેલ છે જે સોસાયટીના સભ્યોએ મુકેલ વિશ્વાસ અને બોર્ડ ઓફ ડીરેકટરોએ કરેલ  પારદર્શક સુ-સંચાલનનું પરિણામ છે તેમ જણાવી સોસાયટીની પાંચ વર્ષની કામગીરી જેવી કે સભ્યોની મેળવેલ ડીપોજીટ, ધિરાણ, કરેલ રોકા, શેરભંડોળ, અન્ય ભંડોળ, નફો તથા સભાસદોની સંખ્યાની પાંચ વર્ષની આંકડાકીય વિગતો સાથે આ દરેક બાબતે થયેલ ગ્રોથની વિગતો રજુ કરી સોસાયટી બધી રીતે સક્ષમ-સુદ્દઢ થઇ વટવુક્ષ બની રહેલ છે તેમ જણાવી સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટરોની સુઝબુઝ, અનુભવ અને પાટીદાર પરિવાર જે માટે ઓળખાય છ.ે તે નિયમીતતાના ભાગરૂપે આ સોસાયટીની સ્થાપનાથી દર વર્ષે સરેરાશ ૯૭ ટકાથી વિશેષ લોનની રીકવરી આવે છે તથા ચાલુ વર્ષે ૯૮.૮૮ ટકા લોનની રીકવરી આવેલ છ.ે લોનની રીકવરી માટે સોસાયટીએ કોઇ ફોર્સ કરવો પડતો નથી. લોનીઓ પોતાની જવાબદારી અને ફરજ સમજીને જ નિયમિત હપ્તા ભરપાઇ કરે  છેે આમ સંસ્થામાં જીરો ટકા એન.પી.એ.છે જે વિગતો સાથે તમામ લોનીઓનો સાધારણ સભાએ આભાર માનેલ, લોનની નિયમીત રીકવરી જોતા થાપણદારોને પણ પોતાની થાપણ મુકવામાં પુરો વિશ્વાસ છે, આ સોસાયટી પાસે લોન લેનારા કરતા થાપણ મુકનારા સભાસદો વિશેષ છે. લોન રીવકરીના કોઇ લીગલ કેઇસ ચાલતા નથી આમ પારિવારીક ભાવનાથી ચાલતી આ સંસ્થા છે.

સોસાયટીમાં વર્ષના અંતે આશરે રૂ.૧૭ કરોડથી વિશેષ થાપણ છે, રૂ.૧પ કરોડ લોન અપાયેલ છે. વર્ષના અંતેરૂ.૭૯ લાખનો નફો થયેલ. સોસાયટી પાસે સારૂ એવું રીઝર્વ ફંડ છે. રાજકોટ શહેરના ન્યુ જાગનાથ જેવા પોશ એરીયામાં સોસાયટીની માલીકીનુ ત્રણ માળનું બીલ્ડીંગ છ.ે સોસાયટી પર કોઇજ કરજ નથી. સ્થાપનાથી ઓડીટ વર્ગ 'અ' ધરાવે છ.ે પ૦૦૦ થી વિશેષ સભાસદો સોસાયટી સાથે સંકળાયેલ છે. સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટરોએ સોસાયટીના સભાસદોને ચાલુ વર્ષે ૧૪ ટકા ડિવીડન્ડ ઉપરાંત ગીફટ આપવાની જાહેરાત કરેલ ગીફટ તથા ડીવીડન્ડ તા. ૪/૧૦/ર૦ર૧ થી આપવાનું પણ શરૂ કરવામાં આવશે.

સોસાયટીની સ્થાપનાથી ચેરમેન તરીકે સેવા આપતા જયંતિલાલ વી.ફડદુએ સોસાયટીની સારી કામગીરી માટે બોર્ડ ઓફ ડાયરેકટરો, સ્ટાફ અને ખાસ કરીને સભાસદોનો આભાર માની સોસાયટી પોતાના બંધારણની સાથે સાથે પરિવારની ભાવનાથી ચાલે છે તેમજણાવેલ સોસાયટી પોતાના સભાસદો માટે શું કરી શકે તેવા સુચનો સભાસદો પાસેથ માંગેલ અને સભાસદોના સુચનોની બંધારણની મર્યાદામાં રહીને અમલવારી કરવાની ખાત્રી આપેલ.

જયંતીભાઇ ફડદુ, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની ઘણીજ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે તે પૈકી રાજકોટની બી.ટી.સવાણી કીડની હોસ્પીટલ, ધુલેશીયા કન્યા છાત્રાલય ચલાવવાના અનુભવોથી પણ સભાને વાકેફ કરી સાથે પારીવારિક અસરકારક વ્યકતવ્ય આપેલ. આ સોસાયટીમાં બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે અનુભવી ઉદ્યોગપતિઓ, સી.એ., ડોકટર, એડવોકેટ, બીલ્ડર્સ, બેન્કર્સ, સામાજીક સીનીયર આગેવાનોની અનુભવી ટીમથી સોસાયટીનું સંચાલન કરવામાં આવે છ.ે જેનું સુંર પરિણામ સારૂ આવી રહ્યું છે. તેમજ આ સોસાયટીનું ભવિષ્ય એકદમ ઉજ્જળું છ.ે અને રહેશે તેવી ચેરમેનએ સાધારણ સભાને ખાત્રી આપેલ.

બહોળી સંખ્યાની હાજરીવાળી આ સભામાં સોસાયટીના ડીરેકટર ડો. ભગવાનજીભાઇ ફળદુએ આભારવિધિ કરેલ. પ્રો.જે.એમ. પનારાએ સભાનું સંચાલન કરેલ હતું. આ સોસાયટીમાં  જયંતીલાલ ફડદુ, પી.બી.ડઢાણીયા, રમણીકભાઇ ઝાલાવડીયા, ભીખુભાઇ ગોવાણી, મહેન્દ્રભાઇ ફડદુ (એડવોકેટ), પરસોતમભાઇ ઠઢાણીયા, મનુભાઇ ટીલવા, ડો. ભગવાનજીભાઇ ફડદુ, અરવિંદભાઇ કોરડીયા, ભગવાનજીભાઇ કનેરીયા, પ્રમોદભાઇ ભાણવડીયા ત્થા લીગલ એડવાઇઝર તરીકે સુભાષ જી.પટેલ (એડવોકેટ) સેવા આપી રહ્યા છ.ે તેમજ સ્ટાફમાં આર.વી. પનારા, જીગ્નેશ અઘેરા સુજીત અઘેરા, રેનિશ ફડદુ  ફરજ બજાવી રહ્યા છ.ે

(3:30 pm IST)