રાજકોટ
News of Friday, 24th September 2021

રાજકોટમાં ૨૪ ઓકટોબરે દિવ્ય મહાલક્ષ્મી મહાયજ્ઞ

દુલર્ભ અશ્વમેઘ પરીકર્તા અને રાજસુર્ય યજ્ઞના સ્વપ્નદ્રષ્ટા યજ્ઞમૂર્તિ દાદાશ્રી દ્વારા આયોજન : ૧૦૧ વિશિષ્ટ અને દુર્લભ વનસ્પતીઓની આહુતિ અપાશેઃ આ દિવ્ય મહાલક્ષ્મી મહાયજ્ઞ વર્ષમાં એક જ વખત થાય છેઃ ભાવિકોને જોડાવવા અનુરોધ

રાજકોટઃ તા.૨૪, સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે સુવર્ણ અવસર આવી રહ્યો છે. રાજકોટના આંગણે આગામી ૨૪ ઓકટોબરના રોજ દિવ્ય મહાલક્ષ્મી મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. દાદાશ્રી ફાઉન્ડેશન દ્વારા સર્વશ્રેષ્ઠ વૈદિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી યોજાનારો આ યજ્ઞ દ્વારા સૌરાષ્ટ્રના લોકો દુર્લભ અશ્વમેધ યજ્ઞકર્તા યજ્ઞમૂર્તિ દાદાશ્રીની યજ્ઞ વિદ્યાથી પરિચિત બનશે.

 સર્વધ્યેય ધન – વિદ્યા – આરોગ્ય - મનવાંચ્છિત ફળ પ્રાપ્તિ માટે કરાતા દિવ્ય મહાલક્ષ્મી મહાયજ્ઞમાં ૧૦૧ વિશિષ્ટ અને દુર્લભ વનસ્પતિઓની આહુતિ આપવામાં આવશે. ૧૪ સુગંધિત દ્રવ્યોનો અભિષેક  શાસ્ત્રોકત અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અગ્નિ દેવની સાક્ષીએ લક્ષ્મી માતાની આરાધના કરવામાં આવશે.     શ્રદ્ધાળુઓમાં એવી આસ્થા હોય છે કે, મહાલક્ષ્મી મહાયજ્ઞથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે, તેમજ પરિવારથી સર્વ આપદા દુર રહે છે. દાદાશ્રી ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા આ મહાલક્ષ્મી મહાયજ્ઞમાં વૈભવી રીતે માતા મહાલક્ષ્મીજીને આવકાર આપવામાં આવશે. મહાલક્ષ્મી પ્રાપ્ત કરવા માટે આ દિવ્ય મહાલક્ષ્મી મહાયજ્ઞ વર્ષમાં એક જ વખત થાય છે. જ્યારે સૂર્ય પૂર્ણ કળાએ ખીલેલ હોય તેમજ ધરતી પર અગ્નિનો વાસ હોય તેવા શુભકાળ દરમિયાન દિપાવલીના પર્વની આસપાસ થતા આ યજ્ઞનો ત્વરિત લાભ યજમાનની આર્થિક પરિસ્થિતિ પર થતો હોવાનું મનાય છે.  મા લક્ષ્મીના ચરણોમાં મન-વચન-કર્મથી પૂર્ણ શ્રદ્ધા સાથે મહાયજ્ઞમાં બેસવાથી વૈદિક ભકતને અવશ્ય લાભ થાય છે.

શું છે મહાલક્ષ્મી મહાયજ્ઞની વિશેષતા ?

વિશાળ વૈદિક મહાયજ્ઞ મંડપ

પારંપરિક વિશિષ્ટ યજ્ઞ કુંડોની સ્થાપના

વિશિષ્ટ રીતે થશે દેવી-દેવતાઓનું આહવાન

બ્રહ્મા-વિષ્ણુ-મહેશની વિશિષ્ટ પૂજા

૬૪ યોગીનીની પૂજા

૧૦૧ વિશિષ્ટ અને દુર્લભ વનસ્પતિઓની આહૂતિ

૧૪ સુગંધિત દ્વવ્યોનો અભિષેક

સંગીતમય વીણા વૈદિક મંત્રોચ્ચાર

 મહાલક્ષ્મી મહાયજ્ઞના પ્રતિભાગી બનનારને શું મળશે વિશેષ લાભ ? 

દરેક પરિવારને વિશિષ્ટ અને અદભૂત ૬૪ યોગીની યુકત પારદ શ્રીયંત્ર

દરેક દંપતિને મળશે ૧૦૦ પેઈઝની વિશ્વની અદભૂત જન્મ કુંડળી

દુર્લભ અશ્વમેધ યજ્ઞની ભસ્મ

 કોણ છે આ યજ્ઞ કરનાર યજ્ઞમૂર્તિ દાદાશ્રી ?

 યજ્ઞ જ મારું જીવન... યજ્ઞ જ મારું કર્મ... આ જીવન મંત્ર સાથે દાદાશ્રીએ પોતાનું જીવન યજ્ઞ દેવતાને ચરણે અર્પણ કર્યુ છે. ઘર ઘર યજ્ઞ, હર ઘર યજ્ઞના સ્વપ્ન સાથે વિશ્વભરમાં યજ્ઞસંદેશ પહોંચાડી રહેલા દાદાશ્રી ૩૦૩ વર્ષ બાદ પારંપરિક અને શાસ્ત્રોકત રીતે દુર્લભ અશ્વમેધ યજ્ઞ કરનાર સંસારના પહેલા વ્યકિત છે. હવે વિશ્વનો સૌથી વિશાળ-વિરાટ-વૈભવશાળી રાજસૂય યજ્ઞ કરવાનું સ્વપ્ન જોનાર પણ દાદાશ્રી જ છે. અગ્નિદેવના ઝળહળતા તેજની જેમ યજ્ઞ દેવતાનો અજવાસ સર્વત્ર ફેલાવવા પ્રયત્નશીલ રહેલા દાદાશ્રી વાજપેય યજ્ઞ, નરમેધ યજ્ઞ, શતચંડી યજ્ઞ, સહસ્ત્ર ચંડી યજ્ઞ, સરસ્વતી યજ્ઞ, કુબેર યજ્ઞ, અર્યમા યજ્ઞ, મહાલક્ષ્મી યજ્ઞ સહિત ૮૦૦૦ થી વધારે પવિત્ર યજ્ઞકર્મ કરી ચૂક્યા છે. ૧૨ લાખ ૫૦ હજારથી વધારે યજ્ઞ સાધકોને દાદાશ્રીએ યજ્ઞ પરંપરા સાથે જોડીને લાભાન્વિત કર્યા છે.  ૧૯ વાર માનસરોવર યાત્રા કરનાર દાદાશ્રીએ ભારત ઉપરાંત દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા અનેક દેશોમાં શાસ્ત્રોકત યજ્ઞ પદ્ધતિ પહોંચાડી છે. આ ઉપરાંત વિશ્વની સર્વશ્રેષ્ઠ જન્મકુંડલીનું નિર્માણ પણ દાદાશ્રીએ કર્યુ છે. અર્થઃ શ્રી જન્મ પત્રિકા નામથી બનાવાયેલી આ કુંડલી ખરા અર્થમાં તેની ટેગ લાઈન, 'બુક ઓફ લાઈફ'ને સાર્થક કરે છે. દાદાશ્રીની આ કુંડલી એ ભૂતકાળ બતાવતો અરીસો છે. તો ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક છે. ગૃહસ્થધર્મમાં રહીને યજ્ઞકર્મ, જ્યોતિષ કર્મ, વાસ્તુ કર્મ થકી જન જનના જીવનમાં સુખાકારી લાવવા માટે સદાય યજ્ઞદેવતાની આરાધના કરતા રહે છે, યજ્ઞમૂર્તિ દાદાશ્રી.

જો આપ મહાલક્ષ્મી મહાયજ્ઞ વિશે વધારે વિગત જાણવા માગતા હોવ, અથવા મહાલક્ષ્મી મહાયજ્ઞમાં ભાગ લેવા માગો તો મો.૮૧૪૧૦૮૧૧૧૧ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:26 am IST)