રાજકોટ
News of Friday, 24th September 2021

રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણીમાં ધુંધવાટ

કોંગ્રેસ ચિત્રમાં કયાંય નથીઃ ભાજપ-ભાજપ વચ્ચે જામી પડે ?

અમદાવાદઃ રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણી ધગધગવા લાગી છે. ત્યારે આજે ફોર્મ ભરવાનો  છેલ્લો દિવસ છે. રાજકોટ-લોધીકા-પડધરી પંથકના પચાસેક ભાજપ અગ્રણી કાર્યકરોએ તાજેતરમાં ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલને રૂબરૂ મળી  જેન્તીભાઇ અને પરાક્રમસિંહના નામોનો લેખિત વિરોધ દર્શાવ્યાનું અને  પૂર્વ કેબીનેટ પ્રધાન અને તેજતર્રાર કિશાન નેતા શ્રી જયેશ રાદડીયાની સુચનાથી તેમના નાનાભાઇ લલીતભાઇ રાદડીયાનુું નામ ચેરમેન પદ માટે મુકાયાનું રજુઆત કર્યાનું બહાર આવ્યું છે. પરંતુ તેમના ભાઈ ડિસ્ટ્રીકટ બેન્કમાં ડાયરેકટર છે તેથી લડાવી ન શકાય તેવી રજૂઆત સાથે જે જે લોકો ડાયરેકટર હતા તેમના નામો સાથે જાણ કરાયેલ. (ભાનુભાઈના દિકરાને, સખીયાના દિકરાને, બોઘરાના ભાઈને આ જ કારણોસર ટીકીટો અપાયેલ છે.) મહત્વના - વફાદારો રહી ગયાનો ખૂબ જ કચવાટ છે. પરસોતમભાઇ અને નિતિનભાઇએ વર્ષો સુધી સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું અને દરેક ચૂંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કામ કર્યાનું અને આવા લોકો કરતા પાર્ટીના વફાદારોને લડાવવા અપીલ કર્યાનું જાણવા મળે છે. રજૂઆત કરનારામાં સર્વશ્રી બાબુભાઈ નસીત, ચેતનભાઈ પાણ, કમલેશભાઈ રોકડ, નાગદાનભાઈ, મનીષભાઈ ચાંગેલા, મુકેશભાઈ કમાણી, દિલીપભાઈ કુંગશીયા, અલ્પાબેન, મોહનભાઈ, મુકેશભાઈ તોગડીયા, તરસીભાઈ તારપરા, મનોજભાઈ પેઢડીયા, છગનભાઈ વાંસજાળીયા, કાંતિભાઈ લુણાગરીયા વિ. સંખ્યાબંધ સામેલ હોવાનું જાણવા મળે છે.

તેમણે ખૂબ જ મોટી રજૂઆત કરી હતી. પુરાવા સાથે રજૂઆત થતા ગંભીર નોંધ લેવાયેલ છે તેવંુ પણ બહાર આવ્યુ છે.

લોધીકા-પડધરી- રાજકોટ પંથકના આ રજુઆત કરનારા અગ્રણીઓએ લલીત રાદડીયાના નામનો લેખીત વિરોધ કર્યો હતો. તેમણે એવી રજુઆત કરેલ કે જુના કોંગી સાથીઓને લડાવવા માંગે છે તેમને ટિકીટ આપવી નહિ કોંગ્રેસ આ ચૂંટણીમાં ચિત્રમાં નથી. અને ભાજપ - ભાજપ વચ્ચેનો જંગ જામ્યો હોય તેવુ ચિત્ર દર્શાય છે. બળવાખોરો મેદાને પડયા છે. પરસોતમભાઇ સાવલીયા, કેશુભાઇના નામો મોખરે ચર્ચાય છે. 

(3:33 pm IST)