રાજકોટ
News of Thursday, 24th September 2020

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૦ માં જન્મોત્સવ નીમીત્ત્।ે મહામાનવતા અવસર :૨૫ થી ૨૭ ત્રિદિવસીય પરમોત્સવનું આયોજન

પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની મહાસિધ્ધિદાયક જપ સાધના સાથે પરમ જ્ઞાન ઉત્સવ દ્વારા પરમોત્સવનો પ્રારંભ થશે

રાજકોટ,તા. ૨૪: જેમનો જન્મ અનેક અનેક નિરાધાર જીવોના જીવનનો આધારસ્તંભ બની રહ્યો છે. એવા નિરાધારના આધાર, માનવતાના અવતાર, દુઃખીઓના બેલી રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦મો જન્મોત્સવ અવસર નિમિત્ત્।ે મહા માનવતા અવસર રૂપે ત્રિદિવસીય પરમોત્સવનું લાઈવ પ્રસારણના માધ્યમે આયોજન કરવામાં આવ્યું છે.

દરવર્ષે પરમ ગુરૂદેવના જન્મોત્સવ નિમિત્ત્।ે ગૌશાળાઓ પાંજરાપોળો, અનાથાશ્રમો, વૃધ્ધાઆશ્રમો, અનેક અનેક ચેરીટેબલ સંસ્થાઓને દરેક પ્રકારની સહાય આપવા સાથે સમગ્ર દેશમાં અનેક પ્રકારના જીવદયા અને માનવતાના સતકાર્યો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ જીવદયા અને માનવતાના અનેકવિધ પ્રકલ્પો સાથે ઉજવવામાં આવનાર મહા માનવતા અવસર - પરમોત્સવમાં પ્રથમ દિવસના વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેના અંતર્ગત પ્રથમ દિવસના પરમ જ્ઞાન ઉત્સવના કાર્યક્રમ દ્વારા પરમોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

પરમ ગુરૂદેવના જન્મોત્સવ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવતી મહા પ્રભાવક શ્રીઉવસગ્ગહરં સ્તોત્રની પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે મહા સિધ્ધીદાયક જપ સાધના સાથે તૉં ૨૫ શુક્રવાર સવારના ૮.૩૦ કલાકે પરમ જ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે લુક એન લર્નના બાળકો અને દીદીઓ દ્વારા પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મ સાથે જ્ઞાનદાતા પરમ ગુરૂદેવ પ્રત્યે ઉપકાર અભિવ્યકિત કરતી અનેકવિધ રસપ્રદ પ્રસ્તુતિ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમગ્ર ભારત તેમજ વિદેશના અનેક અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો ઉપકારી પરમ ગુરૂદેવ પ્રત્યે ઋણ સ્વીકૃતિના ભાવ સાથે જોડાશે.

સમગ્ર કાર્યક્રમ ઝૂમ, યૂટ્યૂબ અને પારસ ચેનલ પર લાઈવ પ્રસારણથી દર્શાવવામાં આવશે જેનો લાભ દેશ વિદેશના હજારો ભાવિકો લેશે.

(4:20 pm IST)