રાજકોટ
News of Thursday, 24th September 2020

'નલ-સે-જલ' યોજના હેઠળ ગેરકાયદે નળ કનેકશનને કાયદેસરતા અપાશે

કનેકશનનાં નિયત ચાર્જ ઉપરાંત વધારાનાં રૂ. પ૦૦ની ફી લઇ ભુતીયા નળને કાયદેસરતાઃ કાલે સ્ટેન્ડીંગમાં લેવાશે નિર્ણય

રાજકોટ, તા., ર૪: રાજય સરકારની નલ-સે-જલ યોજના હેઠ રાજકોટ મ.ન.પા. દ્વારા પણ હવે ગેરકાયદે અર્ધા ઇંચના નળ કનેકશનોને કાયદેસર કરી આપવાનું શરૂ થશે.

આ અંગે કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત છે જેમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરની હદમાં આવેલ ઇમારતો પૈકી રહેણાંક તથા બિન રહેણાંકમાં નવા નળ કનેકશન આપવા અને અનધિકૃત નળ કનેકશન નિયમીત કરવા અંગે સ્ટે.ક.ઠ.નં.૩૯૬ તા.ર૧/૧૧ર૦૧૪ થી થયેલ ઠરાવ અમલમાં છે. દરમિયાન ભારત સરકાર દ્વારા 'નલ સે જલ' યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં ટેપ વોટરથી મળે તે માટે નીચી જાહેર કરેલ છે. હાલ રાજયના શહેરી વિસ્તારોમાં નાગરીકો દ્વારા મહાનગરપાલિકાઓને અરજી કરી પાણીનું કનેકશન મેળવવામાં આવે છે જયારે કેટલાક કિસ્સાઓમાં રાજયની મહાનગરપાલિકા સરકારી કે ખાનગી જમીનમાં રહેતા નાગરીકો દ્વારા આવી કોઇ પ્રક્રિયા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદે સીધુ જોડાણ લઇ લેવામાં આવેલ છે આવા નાગરીકોથી હાલ આ ગેરકાયદેસર જોડાણ દ્વારા પાણીનો વપરાશ પણ કરવામાં આવી રહેલ છે.

પાણીની જરૂરીયાતએ મુળભુત જરૂરીયાત હોઇ તને પુર્ણ કરવાના હેતુસર રાજયના શહેરી વિસ્તારોમાં રહેણાંક માટે વપરાતા એકમોમાં અડધા ઇંચની પાઇપ લાઇનના પાણીના ગેરકાયદેસર કનેકશન હોઇ તો આવા કનેકશનોને નિયમીત (રેગ્યુલરાઇઝ) કરવાની સરકારની યોજના હેઠળ સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી એકમો દ્વારા પાણીના અડધા ઇંચની પાઇપના ઘર વપરાશના હેતુસાર સરકારી કે ખાનગી જમીનમાં માલીકીના દાવાને પ્રસ્થાપીત કર્યા સિવાય નિયત દર ઉપરાંત રૂ. પ૦૦ની રકમ લઇ રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવા બાબતે હુકમ કરેલ છે. જે અનુસંધાને વહીવટી પ્રક્રિયા સરળ કરી નાગરીકોને સુવિધા વિના વિલંબે મળે તે માટે મુળ ઠરાવમાં જરૂરી સુધારો કરાશે.

(4:19 pm IST)