રાજકોટ
News of Thursday, 24th September 2020

કોરોના કાળમાં મુત્યુઆંક વધતા સ્મશાનોને મૃતદેહ દીઠ રૂ. ર૦૦ની ગ્રાન્ટ

આવતીકાલે મ્યુ. કોર્પોરેશનમાં જમ્બો સ્ટેન્ડીંગ : ૬૧ દરખાસ્તો : ચાર મુખ્ય સ્મશાનોને મહીને ૧ લાખથી પ૦ હજારની ગ્રાન્ટ અપાય છે. તેમાં હવે વધારોઃ કોઠારીયાનાં સ્વાતિ હેડ વર્કસમાં મશીનરી ફીટ થશે. રેનબસેરા કોરોન્ટાઇન સેન્ટર અને કર્મચારી માટે માસ્ક ખરીદી પાછળ ર.૯૭ લાખનો ખર્ચ : સ્વચ્છતા માટે નિમણુંક કરાયેલ કન્સલ્ટન્ટને વધુ ૮ લાખ આપવા દરખાસ્તઃ કેવડાવાડીમાં જમીન કપાત અંગે અસરગ્રસ્ત વર્ષો પછી વૈકલ્પીક જમીન ફાળવાશે

રાજકોટ, તા., ૨૪: આવતીકાલે તા.રપના બપોરે ૧ર મ્યુ. કોર્ર્પોરેશનની જમ્બો સ્ટેન્ડીંગ કમીટી મળનાર છે. જેમાં ૬૧ જેટલી દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

જેમા વર્તમાન કોરોના કાળમાં મૃત્યુ આંકમાં વધારો થતાં ચાર મુખ્ય સ્મશાનોને કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોનાં અગ્નિદાહ માટે પ્રતિ મૃતક દીઠ વધારાની રૂ. ર૦૦ ની પ્રોત્સાહક ગ્રાન્ટ ચુકવવાની દરખાસ્ત છે.

નોંધનીય છે કે રામનાથ પરા, મોટા મવા, મવડી, ૮૦ ફુટ રોડ વગેરેનું સંચાલન સંભાળતી સંસ્થાઓને હાલમાં દર મહીને ૧.૧૦ લાખથી પ૦ હજાર સુધીની ગ્રાન્ટ મ્યુ. કોર્પોરેશન આપે છે.  તે ઉપરાંત ૧ એપ્રિલથી હવે ઉકત ચારેય સ્મશાનોને કોરોના મૃતક દીઠ વધારાના રૂ. ર૦૦થી ગ્રાન્ટ ચુકવાશે.

આ ઉપરાંત કોરોના સંક્રમણ દરમિયાન શાળા નં.૧ મોચીબજાર પાસે બનાવાયેલ કોરોન્ટાઇન સેન્ટરમાં ટીવી, ફ્રીજ, સાબુ, સેમ્પુ સહીતની જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી તથા મ.ન.પા.ના કર્મચારીઓ માટે વોશેબલ માસ્કની  ખરીદી માટે થયેલ કુલ ર.૯૭ લાખનાં ખર્ચને મંજુરી આપવા તથા મ.ન.પાના વિવિધ કાર્યક્રમોમાં સ્કુલના ડેકોરેશનનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા અને સ્વચ્છતા  સર્વેક્ષણ માટે સોલીડ વેસ્ટ વિભાગમાં નિમવામાં આવેલ. કન્સ્લટન્ટને ર૧ દિવસની વધારાની કામગીરી માટે ૮.૭૩ લાખ ચુકવવા કોઠારીયા રોડ વિસ્તારમાં સ્વાતી, હેડ કવર્કસમાં પમ્પીંગ મશીનરી ફીટીંગ અને સંચાલનનો ર.પ૮ ોકરોડનો કોન્ટ્રાકટ મંજુર કરવા.

અને કેવડાવાડીમાં વોંકળા પર કોમર્શીયલ મીલ્કત બનાવવા માટે ૧૯૭૯માં થયેલી કામગીરીમાં રમાગૌરી, મનસુખ ભાઇ ટાંકની  કપાતમાં ગયેલ જમીનનાં બદલે ૯૪.૦૮ ચો.મી.ફાળવવા સહીતની ૬૧ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાનાર છે.

(3:43 pm IST)