રાજકોટ
News of Thursday, 24th September 2020

થોરાળા પોલીસની કુબલીયાપરામાં દારૂની ડ્રાઇવઃ બીનવારસુ આથાનો નાશઃ બીજો આથો-દારૂ કબ્જે

થોરાળા પોલીસ, ભકિતનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝન, કુવાડવા પોલીસનો સ્ટાફ પણ ડ્રાઇવમાં જોડાયો

રાજકોટઃ પુર્વ વિભાગના થોરાળા પોલીસ સ્ટેશન, ભકિતનગર પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ, એ-ડિવીઝન અને બી-ડિવીઝન પોલીસ સ્ટેશનોની ટીમોને સાથે રાખી આજે થોરાળા વિસ્તારમાં દારૂની મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી. કુબલીયાપરામાં ઠેકઠેકાણે દરોડા પાડી બે મહિલા સહિત ત્રણ સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુના નોંધાયા હતાં. ચમન બાબુભાઇ દેવીપુજક, રતબેન શીવા સોલંકી અને ઉર્મિલાબેન મહેશ દેવીપૂજક સામે કાર્યવાહી થઇ હતી. કુબલીયાપરા વોંકળા કાંઠે અને વોંકળા અંદર દારૂ બનાવવાનો આથો ૩૦૦ લિટર રેઢો મળતાં નાશ કરાયો હતો. જ્યારે પાંચ લિટર દારૂ અને ૬૦૦ લિટર આથો કબ્જે કરાયો હતો. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. વિજયભાઇ મેતા, નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ, જયદિપભાઇ, રમેશભાઇ તેમજ અન્ય પોલીસ સ્ટેશનોનો સ્ટાફ જોડાયો હતો.

(2:27 pm IST)