રાજકોટ
News of Thursday, 24th September 2020

ગોંડલના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી જુનાગઢમાંથી પકડાયો

રાજકોટ રેન્જના સ્પે. સ્કવોડનાં પીએસઆઇ ડેલા તથા ટીમે દબોચી લીધો

રાજકોટ તા.ર૪ : ગોંડલ તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને જુનાગઢમાંથી રાજકોટ રેનજના સોશીયલ સ્કવોડે ઝડપી લીધો હતો.

ગોંડલ તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં ૮ માસથી વોન્ટેડ જતીન રાજુભાઇ થારાણી રે.સિંધી સોસાયટી નાલંદા સ્કુલ પાસે જુનાગઢ જુનાગઢમાં આવ્યો હોવાની બાતમી મળતા રેન્જ ડીઆઇજીની  સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ સ્પેશીયલ સ્કવોડના પીએસઆઇ જે.એસ.ડેલા તથા સ્ટાફે વોચ ગોઠવી દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો.

આ કામગીરીમાં રેન્જના સ્પેશીયલ સ્કવોડના હેડ કો. કરસનભાઇ કલોતરા, રૂપકભાઇ બહોરા તથા ડ્રાઇવર સમીરભાઇ મુલીયાણા રોકાયા હતા.

(2:25 pm IST)