રાજકોટ
News of Thursday, 24th September 2020

કારમાં ૬૩ બોટલ દારૂ સાથે અમરેલી કેરાળાનો હાર્દિક અને રાજકોટનો મહેન્દ્રસિંહ પકડાયા

માલવીયાનગર પોલીસે નેહરૂનગર પ્રાઇવેટમાંથી દબોચ્યાઃ કુલ ૧,૭૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૪: નાના મવા રોડ નહેરૂનગર પ્રાઇવેટ સોસાયટી શેરી નં. ૪માં રેનોલ્ટ કાર નં. જીજે૦૩એચઆર-૯૧૧૧માં રૂ. ૨૫૨૦૦નો ૬૩ બોટલ દારૂ રાખી નીકળતાં અમરેલીના કેરાળા વિરડીયા ગામના હાર્દિક કિશોરભાઇ બગડા (ઉ.૨૧) તથા નહેરૂનગરના મહેન્દ્રસિંહ દોલતસિંહ ચોૈહાણ (ઉ.વ.૩૯)ને માલવીયાનગર પોલીસે પકડી લઇ દારૂ, કાર મળી રૂ. ૧,૭૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ, યુવરાજસિંહ, ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ, મહેશભાઇ, રોહિતભાઇ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી આ શખ્સો પકડાયા હતાં.

(11:40 am IST)