રાજકોટ
News of Thursday, 24th September 2020

ઈ-ઓળખ: સમગ્ર ગુજરાતમાં જન્મ – મરણની ઓનલાઈન નોંધણી ફરજીયાત

રાજકોટ મ્યુનિ.કોર્પરેશન કચેરી ખાતે હોસ્પીટલો તા. 25 અને તા. 26 ના સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી ઇ-ઓળખમાં કામગીરી કરવા અર્થેના આઇ. ડી. / પાસવર્ડ મેળવવી શકાશે

        રાજકોટ: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી સંપુર્ણ ઓનલાઇન પ્રક્રીયાથી કરવા સારૂ વેબ પોર્ટલ તૈયાર કરેલ છે. આ પોર્ટલનું સરનામું  https://eolakh.gujarat.gov.in  છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ – મરણ થયેલ તેમજ મૃત જન્મના થયેલની નોંધણી ફરજીયાત પણે આજ પોર્ટલમાં કરવા માટે કમિશ્નરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર દ્વારા તા. ૨૦ ફેબ્રુઆરી 2020 ના રોજ હુકમ કરેલ છે.

 

        રાજ્ય સરકારશ્રીના હુકમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પીટલને ઓનલાઇન તાલીમ આપેલ છે. જે તમામ હોસ્પીટલના યુઝર આઇ. ડી તેમજ પાસવર્ડ તૈયાર છે. તે તમામ હોસ્પીટલને તા. ૨૫ સપ્ટેમ્બર  અને તા. ૨૬ સપ્ટેમ્બરના સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી ઇ-ઓળખમાં કામગીરી કરવા અર્થેના આઇ. ડી. / પાસવર્ડ મેળવવા આવવાનું રહેશે જેની સાથે પોતાની હોસ્પીટલના નમુના-ક નું ધી બોમ્બે નર્સીંગ હોમ રજીસ્ટ્રેશનનું નમુના–ક નું પ્રમાણપત્ર ની નકલ સાથે લાવવાની રહેશે અને તેનું ફોર્મ રાજકોટ મહાનગરપાલીકાની વેબ સાઇટ https://rmc.gov.in/rmcwebsite/docs/forms/HospitalRegistrationForm.pdf પર ઉપલબ્ધ છે તે ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી સહિ સિક્કા સાથે રજુ કરવાનું રહેશે. સાથો સાથ વોટસએપ ગ્રુપમાં પણ આ ફોર્મ મોકલવામાં આવેલ છે.

 

        જો કોઇ હોસ્પીટલ આ તાલીમ બાકી રહી ગયેલ હશે તો ફોર્મ ભરવાની સાથે તેઓને તાલીમ ની વ્યવસ્થા જન્મ - મરણ વિભાગ દ્વારા કરી આપવામાં આવશે વિશેષ માહીતી અર્થે જન્મ મરણ વિભાગના સબરજીસ્ટ્રારશ્રીને રૂબરૂ તેમજ ફોન નં ૦૨૮૧ – ૨૨૨૧૫૮૧ પર સંપર્ક કરી શકાશે.

(7:55 pm IST)