રાજકોટ
News of Thursday, 24th September 2020

રાજકોટમાં માસ્ક નહીં પહેરનારા ૩ર પાસેથી રૂ.૩ર હજારનો દંડ વસુલાયોઃ ગણેશ ટેલીકોમ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ દિવસ માટે સીલ કરાયુ

રાજકોટમાં આજે માસ્ક નહિ પહેરનારા ૩ર ઇસમો પાસેથી રૂ.૩ર હજારનો દંડ વસુલાયો હતો. જયારે ગણેશ ટેલીકોમને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ દિવસ માટે સીલ કરાયુ હતુ.

વિસ્તૃત વિગતો જોઇએ તો શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો તેમજ ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મનપા દ્વારા દંડ વસુલાયો છે.અ આજે શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહીં પહેરતા  લોકો સામે ડ્રાઇવ કરવામાં આવી હતી.જે અંતર્ગત માસ્ક નહીં પહેરનારા ૩ર લોકો પાસેથી ૩ર હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ ચુનારાવાડ ચોક ખાતે આવેલ શ્રી ગણેશ ટેલકોમને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવેલ છે તેમ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

(11:39 pm IST)