રાજકોટ
News of Monday, 24th September 2018

જૈન વિઝન નવરાત્રી મહોત્સવમાં બોલીવુડના સિંગરોની ધમાલઃ નવરાત્રી મહોત્સવ નારીશકિતને અર્પણઃ પ્રતિભાવંત મહિલાઓનું સન્માન કરાશે

ગરબા કિંગ આતા ખાન ઉપરાંત અશ્વિની મહેતા, વિભૂતિ જોશી અને બસીર પાલેજા કંઠના કામણ પાથરશેઃ જૈન સમાજની બહેનો તથા દીકરીઓ માટે નવરાત્રી મહોત્સવનો સીઝન પાસ ફ્રી :ટીમ જૈન વિઝન દ્વારા તડામાર તૈયારી

રાજકોટ,તા.૨૪: રાજકોટમાં આ વખતે જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી થવા જઈ રહી છે. આ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં બહેનો જોડાવાની હોવાથી આયોજકોએ આ નવરાત્રી પર્વ બહેનોને અર્પણ કર્યું છે. આ પર્વ દરમિયાન નવેય દિવસ માતાજીની સ્તુતિ ઉપરાંત જુદા- જુદા ક્ષેત્રની પ્રતિભાવંત મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને  જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનમાં ૧૦૮ બહેનો અને ૧૦૮ ભાઈઓની ટીમ કાર્યરત છે.

ભારતમાં સૌપ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના વિશાળ મેદાનમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતનું નઝરાણું ઓર્કેસ્ટ્રા અને તેના સિંગરો છે. આ વખતે જે સિંગરો આવી રહ્યા છે તે ગરબા સ્પેશિયલ છે અને ખેલૈયાઓને થાકવા માટે મજબુર કરે તેવી ક્ષમતા ધરાવે છે. જૈન વિઝન આયોજિત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન, બોલીવુડ સિંગર અશ્વિની મહેતા અને વિભૂતિ જોશી, ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝિક ડાયરેકટર મનીષ જોશી, રિધમ કિંગ મહેશ ધાકેશા, ગિટારીસ્ટ હિતેશ મહેતા વગેરે આવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઈન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

આ નવરાત્રીમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી દરમિયાન ત્રણ કલાક રાસ રમનાર ૧૦ મહિલા ખેલૈયાઓને દરરોજ લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ- પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની અપાશે, નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં ૮ વાગ્યે પ્રથમ ૫૧ ખેલૈયા વચ્ચે લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ અલગ- અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીકથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિયમ ટાઈપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચિંગ કેમ્પની વ્યવસ્થા, ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાશે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો- ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન  સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરાશે.

આ નવરાત્રી મહોત્સવમાં ૩૫ વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જયારે જેન્ટ્સ સીઝન પાસના ૪૦૦ રૂ. અને સ્ટુડન્ટ પાસના ૨૦૦ રૂ. થશે. સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઓળખકાર્ડ આપવામાં આવશે. પાસ માટે શ્રી રિદ્ધિ સિદ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૨૦૧- ગાયત્રી ચેમ્બર્સ, પી.પી.ફૂલવાલાની સામે, ડો.યાજ્ઞિક રોડ, કશીશ હોલિ ડે, જલારામ-૪ રામકૃપા ડેરીની સામે, યુનિવર્સિટી રોડ, પૂજા હોબી સેન્ટર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમીન માર્ગ, જૈન સાડી, દીવનાપરા મેઈન રોડ, દિવ્યેશ મહેતા, ગૌતમ, પટેલ મંડપની સામે, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક પાસે, સુપરટેક એન્ટરપ્રાઈઝ, બંસીધર ડેરીની બાજુમાં, સનસીટીની સામે, સાધુ વાસવાણી રોડ, વોડાફોન સ્ટોર, અમીધારા કોમ્પલેક્ષ, પૂજારા ટેલીકોમની સામે, કુવાડવા રોડ,  પૂજા ગ્રાફીક, શોપ નં.૨૨, ફર્સ્ટ ફલોર સદ્દગુરૂ તીર્થધામ શિવમ હોસ્પિટલની સામે, રૈયા રોડ, વેવ્સ સિસ્ટમ, શોપ નં. જી. ૧૨ ક્રિષ્ના કોન. આર્ચ-૩, જીએસપીસી ગેસની બાજુમાં, રૈયા ટેલીફોન એકસચેન્જની સામે,  ગીતાંજલી હોલ, ગીતામંદિરની સામે, ભકિતનગર,  હેમ ટ્રાવેલ લિંકસ, ૯/૪, ગાયકવાડી પ્લોટ, પુષ્પ સંધ્યા એપાર્ટમેન્ટની સામે, જંકશન પ્લોટ ખાતે મેળવી શકાશે.

કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન મહિલા ટીમના દામિનીબેન કામદાર, અમીષાબેન દેસાઈ, મિતલબેન વોરા, નિરાલીબેન પારેખ, ભાવનાબેન દોશી, બીનાબેન શાહ, નેહાબેન સંઘવી, છાયાબેન દામાણી, પ્રીતિબેન વોરા, પ્રતિભાબેન મહેતા, વિભાબેન મહેતા, સંગીતાબેન દોશી, પ્રફુલાબેન મહેતા, સુલોચનાબેન ગાંધી, રત્નાબેન કોઠારી, દિપાલીબેન વોરા, કલ્પનાબેન પારેખ, બીનાબેન સંઘવી, કાજલબેન દેસાઈ, ફાગુનીબેન મહેતા, મોનાબેન મહેતા, જાગૃતિબેન બાવાણી, આશાબેન સંઘવી, સંગીતાબેન દોશી, હિમાબેન શાહ, પૂનમબેન સંઘાણી, શીતલબેન કોઠારી, નેહાબેન વોરા, રીટાબેન સંઘવી, દિવ્યાબેન લાઠીયા, લીના ગાંધી, રૂપલ દોશી, નમીતાબેન મહેતા, મનીષાબેન શેઠ, રીટા સંઘાણી, માલાબેન મહેતા, શિલ્પાબેન પટેલ, નીલાબેન શાહ, જલ્પાબેન પતિરા, પાયલબેન ફૂરિયા, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ઘેલાણી, નેહલબેન અજમેરા, હેમાલીબેન દોશી, નમ્રતાબેન બોટાદરા, ભારતીબેન દોશી, જાગૃતિબેન શેઠ, અંજલીબેન દોશી, ભાવિકાબેન પારેખ, ભૂમિ મહેતા, નેન્સી સંઘવી, નિકીતા દોશી, વંદનાબેન ગોસલિયા, મેઘનાબેન શાહ, અંકિતાબેન મહેતા, દેવાંગીબેન મહેતા, હર્ષાબેન વખારિયા, ભાવનાબેન ગાઠાણી, બંસીબેન વાલાણી, ભારતીબેન સંઘવી, મોનીકા વોરા, ઋત્વી વોરા, ખુશ્બુ ભરવાડા, મીતાબેન ભરવાડા, નિશિતાબેન શાહ, દિપાલીબેન શાહ, ઉષાબેન પારેખ, પ્રીતિબેન બેનાણી, ચેતનાબેન કોઠારી, નીતાબેન કામદાર, નેમીબેન દોશી, તૃપ્તીબેન સંઘવી, છાયાબેન પારેખ, ભાવિકાબેન શાહ, છાયાબેન મહેતા, મેઘાબેન દોશી, શ્વેતાબેન ગાંધી, હેતલબેન ગોસલિયા, દીપાબેન શાહ, રાજશ્રીબેન જસાણી, બીનાબેન મહેતા, હેમાંગીબેન મહેતા, હર્ષાબેન અજમેરા, મીનાબેન શાહ, અમિતાબેન મહેતા, વર્ષાબેન દોશી, સંગીતાબેન કોઠારી, આશાબેન સંઘવી, હિના અવલાણી, નીતાબેન શાહ, વર્ષાબેન દોશી,ભાવના દોશી, ભુમીબેન લાઠીયા, નિશાબેન રામાણી, રીટાબેન પાડલિયા, અર્પણા વોરા, માલાબેન મહેતા, નીકીતાબેન મીઠાણી, વર્ષાબેન પટેલ સહિતના મહીલા આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:53 pm IST)