રાજકોટ
News of Monday, 24th September 2018

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા એડવોકેટ દિલીપ પટેલની મહારાષ્ટ્ર લો યુનિ.માં વરણી

સુપ્રિમ ના જસ્ટીસ ગોગાઇ ની અધ્યક્ષતામાં આજે મીટીંગ મળશે. મુખ્યમંત્રી રૂપાણીએ દિલીપભાઇને અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા ૨૪ : રાજકોટ બાર એસો. ના સભ્ય અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેનશ્રી દીલીપ પટેલની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં મેમ્બર તરીકે નિયુકતી થયેલ હતી. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનનકુમાર મીશ્રાએ શ્રી દીલીપ પટેલની ભારતની શ્રેષ્ઠ મહારાષ્ટ્ર લો યુનીવર્સીટીમાં જનરલ સભ્ય તરીક ેનિમણુંક કરેલ હતી. ગુજરાતમાં આ પ્રકારની સિધ્ધી મેળવનાર શ્રી દીલીપ પટેલ પ્રથમ એડવોકેટ બનેલ છે.

મહારાષ્ટ્ર લો યુનીવર્સીટી દ્વારા સોમવારે તા. ૨૪/૯/૨૦૧૮ ના રોજ એમ.એન.એલ.યુ. ના ચેરમેન અને હાલ સુપ્રીમ કોર્ટ ના જસ્ટીશ રંજન ગોગાઇ સાહેબની હાજરીમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડીયાની કમીટી રૂમમાં મળનારી મીટીંગમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ મીટીંગમાં એમ.એન.એલ.યુ. ના વાઇસ ચાન્સલેર દ્વારા પ્રગતી અહેવાલ મુકવામાં આવશે અને તેના પર ચર્ચા અને ભવિષ્યના કાર્યક્રમની વિશેષ ચર્ચા કરવામાં આવશે તેમ પત્રમાં જણાવેલ છે.

હાલના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશશ્રી દીપક મીશ્રા રીટાયર્ડ થતા હોય, તેમના બાદમાં ચીફ જસ્ટીશ તરીકે શ્રી રંજન ગોગાઇ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ તરીકે પદ ગ્રહણ કરશે તેવું જાહેર થયેલ છે. દરમ્યાન બાર કાઉન્સીલ ઓફ ઇંન્ડીયાના મેમ્બર તરીકે દીલીપભાઇ પટેલ ચુંટાતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેઓને અભિનંદન પાઠવેલ છે. (૩.૫)

(11:49 am IST)