રાજકોટ
News of Saturday, 24th August 2019

જન્માષ્ટમીના પર્વમાં રંગે રંગાતું રાજકોટઃ ભવ્ય રાથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળીઃ સમગ્ર વાતાવરણ કૃષ્ણમયઃ રથયાત્રામાં સુંદર ફ્લોટ્સએ લોકોના મન મોહી લીધાઃ રાજમાર્ગો પર રથયાત્રાને વધાવતા શહેરીજનો

રાજકોટઃ કૃષ્ણજન્મ નિમિતે રાજકોટ શહેરમાંથી નિકરળી રથયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ આયોજન કરાયું હતું. શહેરમાં નિકળતી ભવ્ય રથયાત્રા આજે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. તથા શહેરીજનો રથયાત્રાના સ્વાગતમાં સવારથી જ રાજમાર્ગો પર પ્હોંચી ગયા હતા.

રાજકોટ જાણે કૃણ્ણનાં રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મનાં વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. રાજકોટ કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરના મવડી ચોકડીથી 9 કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે.

રાજકોટ રથયાત્રાના દર્શન કરવા માટે ચોકે ચોકે લોકો ઉમટી પડ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે, તેમજ રથયાત્રામાં સુંદર ફ્લોટ્સે લોકોના મન જીતી લીધા હતા. શહેરના દરેક સર્કલ પરની બિલ્ડિંગો પર લોકો ચડી જઇ રથયાત્રાને નિહાળી રહ્યા છે.

(3:40 pm IST)