નાણાની ઉઘરાણીમાં ઓફિસમાં ઘુસી સાળા-બનેવી પર હૂમલો
રાજકોટઃમવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર જશરાજનગરમાં બાંધકામ કોન્ટ્રાકટ તથા એસ્ટેટ બ્રોકરની ઓફિસ ધરવાતા અરવિંદ મનજી પરમાર ઉ.વ.૪૧ તથા તેના સાળા પ્રકાશ નરેન્દ્ર રાઠોડ ઉ.વ.૧૯ પર દલાલીના રૃપિયાના મામલે કિશોર ચોટલીયા અને તેની સાથેના અન્ય શખ્સોએ મળીને ઓફિસમાં ઘૂસી હૂમલો કર્યાની સામેપક્ષે પણ મારમાર્યાનો બનાવ પોલીસ દફતરે નોધાયો છે.
વિગતોમાં અરવિદે મુકેલા આરોપમાં એક પ્લોટનો સોદો થયો હતો જેમાં કિશોર વચ્ચેખ ન હોવા છતાં દલાલીના રૃપિયા માંગતો હતો જેથી પાંચ હજાર રૃપિયા આપ્યા હતા આમ છતાં વધુ ૪૦,૦૦૦ ની ઉઘરાણી કરતા હતા. કિશોર તેનો પુત્ર અને અન્ય ઓફિસમાં ઘૂસી આવ્યા અને મચ્છર મારવાના રેકેટ તથા ઢીકાપાટુનો મારમાર્યોનો આરોપ મુકયો છે.જ્યારે કિશોરના પુત્ર વિશાલ ઉ.વ. ૨૫ રહેે. પ્રમુખ સોસાયટી-૧ મવડી રીંગ રોડએ પણ અરવિદે હિસાબના નાણા લઇ જવાનું કહીં ઓફિસે બોલાવી લાકડી વડે હૂમલો કર્યાની પોલીસ સમક્ષ ફરિયાદ સાથે સારવારમાં દાખલ થયો હતો.