રાજકોટ
News of Saturday, 24th July 2021

રાજકોટનાં આજી-1 અને ન્યારી ડેમમાં 0.25 ફુટ નવુ પાણી આવ્યુ

રાજકોટ: સમગ્ર શહેરને પાણી પુરુ પાડતા આજી-1માં 0.25 ફુટ વરસાદી  પાણીની આવક થવા પામતા ડેમની હાલની સપાટી 15.40 ફુટે પહોંચી છે અને ન્યારી-1 ડેમમાં 0.25 ફુટની આવક થતા હાલની સપાટી 11.32 ફુટે પહોંચી છે. આ બન્ને ડેમોમાં ધીમી ધારે આવક ચાલુ છે.

(8:37 pm IST)