રાજકોટ
News of Saturday, 24th July 2021

ભાજપ દ્વારા મહાનગર અને જિલ્લાના અપેક્ષીત કાર્યકર્તાઓ માટે ઇ-ચિંતન અભ્યાસ વર્ગ

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ–ચિંતન અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે  પ્રદેશ ભાજપ દ્વારા  રાજકોટ મહાનગર અને જીલ્લાનો ઈ–ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ. જેમાં શહેર ભાજપ અને જીલ્લા ભાજપના  અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માઘ્યમથી જોડાયા હતા.આ અભ્યાસ વર્ગનું સંચાલાન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ હતું અને પ્રદેશ દ્વારા સાંધિક ગીત કરાવવામાં આવેલ હતું. આ અભ્યાસ વર્ગમાં  આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં મહાનગરમાંથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા,  કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા , સહીતના  વર્ચ્યુઅલ માઘ્યમથી જોડાયા હતા. આ ઈ–ચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતાએ વર્ચ્યુઅલ માઘ્યમ દ્વારા ઉપસ્થિત રહી 'આપણી વિદેશ નીતિઓ અને ઉપલબ્ધીઓ'  વિષય પર વકતવ્ય આપેલ. આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)