રાજકોટ
News of Saturday, 24th July 2021

વરલી ફીચરના જુગારમાં ફરાર મોહીન શેખ પકડાયો

ક્રાઇમ બ્રાંચે ધર્મેન્દ્ર રોડ શાક માર્કેટ પાસેથી દબોચ્યો

રાજકોટતા. ર૪ : શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાયેલ વરલી ફીચરના જુગારના ગુનામાં ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે ધર્મેન્દ્રરોડ શાકમાર્કેટ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમા નાસતા ફરતા ગુન્હામાં ફરાર શખ્સોને પકડી પાડવામાં માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમબ્રાંચના પી.આઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ ભરતસિંહ મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પ્રનગર પોલીસ મથકમાંનોંધાયેલા વરલી ફીચરના જુગારના ગુન્હામાં ફરાર મોહીન અબ્દુલભાઇ શેખ (ઉ.ર૯) (રહે.રાજીવનગર, રૂખડીયાપરા) ને ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ, જુની શાકમાર્કેટ પાસેથી પકડી લીધો હતો.

(3:41 pm IST)