રાજકોટ
News of Thursday, 24th June 2021

ટ્રાન્સપોર્ટનગર પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૨૪ :. માર્કેટીંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગર પેટ્રોલ પંપ પાછળ આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ, શૈલેષભાઈને બાતમી મળતા પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એમ. ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા દિપક હીરાભાઈ ફાંગલીયા (રહે. માર્કેટયાર્ડ મંચ્છાનગર), રામજી ઉર્ફે રામ વજુભાઈ ચાવડીયા (રહે. બેડીપરા), વિજય રેવાભાઈ પરમાર (રહે. મંચ્છાનગર) અને દેવેન ભૂપતભાઈ ઘોતરે (રહે. બેડીપરા)ને પકડી લઈ રૂ. ૪૫૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(4:36 pm IST)