રાજકોટ
News of Monday, 24th June 2019

રૂ.૪ લાખ ૧૦ હજારનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૨૪: રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામમાં રહેતા રાજેશ નરશીભાઇ વેકરીયાને પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરત પડતા માધવ ફાઇનાન્સના માલીક સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી રૂ.૪,૧૦,૦૦૦ મેળવી તે રકમ તથા ચડત હપ્તાની રકમ પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા રાજેશ વેકરીયા વિરૂધ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ થતા આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં માધવ ફાઇનાન્સના નામે ધીરધારનો ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામમાં રહેતા આરોપીને પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી ફાઇનાન્સ કંપનીમાંથી રૂ.૪,૧૦,૦૦૦ મેળવી પ્રોમીસરી નોટ લખી આપી ધીરધારના ફોર્મમાં સહી કરી આપી લીધેલ નાણાનું રી-પેમેન્ટ કરવા તેમજ ચડત થયેલ હપ્તાની રકમ ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવ, પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇસ્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી માધવ ફાઇનાન્સના સંજય હંસરાજભાઇ ગોહીલ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:02 pm IST)