રાજકોટ
News of Monday, 24th June 2019

ભગતસિંહ ગાર્ડન પાસેના ફાયરીંગ કેસમાં પકડાયેલ આરોપી જમીન પર

રાજકોટ તા ૨૪  : રાજકોટના સેશન્સ જજ શ્રી વોરાએ સોૈરાષ્ટ્ર યુની.રોડ ઉપર થયેલ ફાયરીંગમાં પકડાયેલ આરોપી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાનો જામીન ઉપર છોડવા હુકમ થયેલ છે.

બનાવની હકીકત એવી છે કે તા. ૧૭/૦૨/૨૦૧૯ ના રોજ શાહેદ ડેનીશના જન્મદીનની ઉજવણીમાં આરોપીઓએ ડેનીશને ગાળો આપી મારતા તેમના ભાઇ ઇશાને વચ્ચે પડી શાંત રખાવેલ તે બાબતનું મન દુઃખ રાખી આરોપીઓ ઇશાનના ઘરે ગયેલા અને તેને ગાળો આપી નીચે બોલાવેલ તેથી ઇશાને રીવોલ્વર કાઢી એક ફાયર કરેલ. આ બનાવમાં ગાંધીધામ-ર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધવામાં આવેલ અને આરોપીઓ પૈકી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલા તેઓ ઘણા સમયથી જયુડીશ્યલ કસ્ટડીમાં હતા.

રવિરાજસિંહ ઝાલાએ રાજકોટના સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે રૂા ૨૫૦૦૦/- ના જમીન ઉપર છોડવા હુકમ કરેલ છે. રવિરાજસિંહ ઝાલા વતી એડવોકેટ તરીકે બળવંતસિંહ રાઠોડ, બહાદુરસિંહ ઝાલા, નિલેષભાઇ દવે, ધર્મેન્દ્રબા જાડેજા રોકાયેલા હતા.

(4:02 pm IST)