રાજકોટ
News of Monday, 24th June 2019

ચેક રિટર્ન કેસમાં ઉતમ બિલ્ડર્સના ભાગીદારોને વચગાળાનું એક લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા., ૨૪: રાજકોટ જિલ્લાના વાંકાનેર મુકામે રહેતા ફરીયાદી શ્રીમતી કિશોરીબેન કમલેશભાઇ પાટડીયાએ રાજકોટના ઉતમ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના નવ ભાગીદારો પાસેથી કાલાવડ તાલુકાના શીશાંગ ગામે કલાસીકા રેસીડેન્સીનાનામથી ઓળખાતા પ્લોટસ પૈકી હોલીડે સીટીના નામથી બિલ્ડીંગમાં ફલેટ ખરીદ કરવા નક્કી કરી સુથી તથા અવેજની રકમ ચુકવી રજીસ્ટર્ડ સાટાખત કરેલ. જે સાટાખતમાં દર્શાવેલ સમય મર્યાદામાં બિલ્ડીંગનું બાંધકામ પુર્ણ ન કરી દસ્તાવેજ ન કરી આપી ખરીદનાર (ફરીયાદી)એ બિલ્ડરને ચુકવી આપેલ સુથી તથા અવેજની રકમ રૂ). પ,૭૬,૦૦૦નો ચેક આપી તે ચેક રીટર્ન થતા ફરીયાદીએ તહોમતદારો વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ.

આ ફરીયાદ અન્વયે ફરીયાદીએ નેગોશીએબલના કાયદામાં થયેેલ સુધારા અન્વયે આરોપીઓને ર૦ ટકા રકમ વળતર પેટે ફરીયાદીને ચુકવવા અરજી કરેલ. જે અરજી રાજકોટના એડી. ચીફ જયુડી મેજી.એ અંશતઃ મંજુર કરી રકમ રૂ. ૧,૦૦,૦૦૦ તહોમતદારોએ ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવેલ છે.

નેગોશીએબલના કાયદામાં થયેલ સુધારા મુજબ કોર્ટને વિવેકાધીન સતાનો ઉપયોગ કરવો ન્યાયાચીત માની આરોપીઓમાં ઉતમ બિલ્ડર્સના ભાગીદારોને ફરીયાદીન વચગાળાની રાહત તરીકે રકમ રૂ. ૧,૦૦,૦૦૦, ૬૦ દિવસમાં ચુકવી આપવા હુકમ ફરમાવેલ અને જો ૬૦  દિવસમાં આ રકમ ન ચુકવે તો આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪ર૧ મુજબ કાર્યવાહી કરવાનો હુકમ રાજકોટ એડી. ચીફ જયુડી. મેજી. શ્રી જી.ડી.પડીયાએ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી કિશોરીબેન કમલેશભાઇ પાટડીયા વતી રાજકોટના એડવોકેટસ જય પારડી, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, જિગ્નશભાઇ પંડયા રોકાયેલ છે.

(4:02 pm IST)