રાજકોટ
News of Monday, 24th June 2019

સસ્તા અનાજના દુકાનદાર પર હુમલાના વિરોધમાં આવતીકાલે દુકાનો બંધ રખાશે

રાજકોટ : ગોધરા ખાતે સસ્તા અનાજના દુકાનદાર ઉપર એક ગ્રાહકે છરીથી હુમલો કરતા આ ઘટનામાં આરોપી સામે કડક પગલા લેવાની માંગ સાથેનું આવેદનપત્ર રાજકોટના સસ્તા અનાજના એસો. દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યું હતું તે વખતની તસ્વીર. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તંત્ર દ્વારા દુકાનદારોને અનાજનો જથ્થો મોડો અપાય છે. પરિણામે ગ્રાહકો સાથે અંતગર્તમાં બનાવો બને છે. સર્વરો ધીમે ચાલે છે તેની માથાકુટ સર્જાય છે અને તંત્ર વેપારીને ખોટી રીતે નોટીસો આપે છે, આમ આ પ્રકારે વેપારીઓને ખોટી હેરાનગતિ સામે આવતીકાલે સસ્તા અનાજની દુકાનો બંધ રાખવામાં આવશે.

(4:00 pm IST)