રાજકોટ
News of Monday, 24th June 2019

ધ્યાનથી સુરક્ષા કવચ સર્જી શકાયઃ પૂ. બાબા સ્વામી

સમર્પણ ધ્યાનની મીડિયા શિબિરમાં રાજકોટ-સૌરાષ્ટ્રના મીડિયા કર્મીઓ ઉમટ્યાઃ ગુરૂઓ માટે ઓરાનું લાઈસન્સ ઈસ્યુ થવું જોઈએ

પૂ. શિવકૃપાનંદજીના સાનિધ્યમાં યોજાયેલી મીડિયા શિબિરમાં અગ્રણીઓ અને મીડિયા કર્મીઓ નજરે પડે છે

રાજકોટ, તા. ૨૪ :. શ્રી સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા હિમાલયના પરમ સિધ્ધયોગી પૂજય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની દિવ્યઙ્ગ ઉપસ્થિતિમાં ખાસ મીડિયા સાથે સંકળાયેલા તમામ લોકો માટે વિશેષ સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન આમ્તિય યુનિ.માં કરવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, ફોટોગ્રાફર, કેમેરામેન તેમજ લેખકો અને કવિઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમનો આરંભ પૂજય ભોળાનંદજીમહારાજ, ફૂલછાબના કૌશિકભાઇ મહેતા, નવગુજરાત સમયના ધર્મેશભાઇ વૈદ્ય, ગુજરાતમિરરના સંજય પટેલ, ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના કે.કે. કરમટા, બીજેપીના પ્રવકતા રાજુ ધ્રુવ, સમર્પણ ધ્યાન યોગ પરિવારના જીજ્ઞા ગોહેલ, એ.એન.આઈ. ચેનલના સુરેશ પારેખ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજય સ્વામીશ્રી શિવકૃપાનંદજીના પ્રવચનનો આરંભ થયો હતો. પૂ.સ્વામીજીએ નિયમિત ધ્યાન વ્યકિતના જીવનમાં કઇ રીતે બદલાવ લાવે છે એ વિશે તેમજ વર્તમાન સમયમાં ધ્યાનની આવશ્યકતા, ઓરા તેમજ યોગ વગેરે વિશેષ વિસ્તૃત જાણકારી આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મીડિયા કર્મીઓના પ્રશ્ર્નોના ઉતરો આપી સમાધાન પણ કર્યું હતું.

સવારે ૭ વાગ્યે પ્રારંભ થયેલા કાર્યક્રમનો મીડિયા કર્મીઓને બે કલાક સુધી પૂજય સ્વામીજીના પ્રવચનનો લાભ લીધો હતો. પ્રથમ વખત યોજાયેલ આ શિબિરમાં પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તમે લોકો સાચી વાત સમાજ સુધી રજુ કરી શકો છો. મીડિયા વિશેના નકારાત્મક વાતાવરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સકારાત્મક સમાચારોની શરૂઆત કોઈએ તો કરવી જ પડશે અને તમે લોકો એ કામ કરી શકશો. પ્રવચન બાદ પૂ.સ્વામીજીને નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર દ્યોષિત કરવા બદલ સમગ્ર મીડિયા જગત વતી ગુજરાત મિરરના ભાવના દોશી, અકિલાના પત્રકાર અશ્વિન છત્રાલા, અભિયાનના દેવેન્દ્ર જાની, ચિત્રલેખાના જવલંત છાંયા, એ.એન.આઈ. ન્યુઝ ચેનલના સુરેશ પારેખે સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત એડીટર તેમજ રીપોટરોએ પૂજય સ્વામીજીને પુષ્પગુચ્છ વડે અભિવાદન કર્યું હતું. પ્રથમ વખત પત્રકારો માટે યોજાયેલ આ શિબિરમાં પત્રકારોએ લાભ લીધો હતો.

શિબિરના સફળ આયોજનમાં આત્મિય યુનિવર્સિટી યોગીધામ સંકુલના પ્રેસીડેન્ટ પૂજય શ્રી ત્યાગ વલ્લભસવામીજી તેમજ જીજ્ઞેશભાઇ રાઠોડે સહયોગ આપ્યો હતો.

પ્રવચનની ઝલક

-  આધ્યાત્મિકતાનું નાટક કરી શકાતું નથી

- ધ્યાન દ્વારા સકારાત્મક આભા મંડળ બનાવી સુરક્ષા કવચ પ્રાપ્ત કરી શકાય છે.

- ઓરાનું વિજ્ઞાન ખૂબ જ ઉંડુ છે જેમ માણસની ઓરા હોય છે તેમ જે તે જગ્યાની ઓરા પણ હોય છે.

- ગુરુની ઓરા પરથી તેની આધ્યાત્મિક સ્થિતિ જાણી શકાય છે.

- હાલમાં ગુરુની પરખ કરવી સહેલી છે કારણ ઓરા સ્કેનીંગ મશીન ઉપસ્થિત છે.

- ૩૦ મિનિટ ધ્યાન કરીને દિવસના સાડાત્રેવીસ કલાક સુધારી શકાય છે.

શિવકૃપાનંદ સ્વામીજી અને ત્યાગવલ્લભ સ્વામીજી વચ્ચે મુલાકાત

રાજકોટમાં આજે યોજાયેલી મીડિયા શિબિરમાં વિશેષ ઉપસ્થિત રહેલા શ્રી શિવકૃપાનંદ સ્વામીનેઅને આત્મીય યુનિવર્સીટીના પ્રેસિડન્ટ શ્રી ત્યાગવલ્લભ સ્વામીએ આત્મીય યુનિવર્સીટીમાં શ્રી શિવકૃપાનંદ સ્વામીને આવકાર્યા હતા,

બંને સ્વામીજી વચ્ચે લગભગ ૪૫ મિનિટ આંબી મુલાકાત રહી હતી અને અનેકઙ્ગઙ્ગવિષયો પણ વિચારોની આપલેઙ્ગઙ્ગથઇ હતી.શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ ત્યાગવલ્લભ સ્વામી સાથે યોગ વિશેના લોકોના ખ્યાલ અને યોગાસન જ માત્ર યોગ નથી તેવી વાત કરીને યોગાશન સિવાય પણ યોગની સમજ બહુજ ઉંધી અને ગહન છે તેઙ્ગ ચર્ચા કરી હતી.

બંને સ્વામીજીએ ઓરા અંગે પણ લાંબી ચર્ચા કરી હતી અને ઓરા હવે સાયન્ટિફિક રીતે માપી સકાય છે અને તેના ફોટા પણ લઇ સકાય છે તે અંગે પણ ચર્ચા કરીનેઙ્ગ ધ્યાનઙ્ગ યોગ કરીને ઓરાને વધુ મજબૂત બનાવી શકાય છે તે અંગે પણ ચર્ચા કરી હતી.

શ્રી ત્યાગવલ્લભ સ્વામીજીએ પણ યુનિવર્સીટીની પણ પ્રાથમિક વિગતો આપીને પ્રવૃત્ત્િ। અંગે માહિતગાર કર્યા હતા.શ્રી ત્યાગવલ્લભ સ્વામઇજીની સાથે આત્મીય યુનિવર્સીટીના અને અહીંના પ્રાદેશિક સંત સર્વાદિત સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઓરા અંગે થઇ રહેલી ચર્ચામાં ભાગ લીધો હતો.

બંને સ્વામીજીના મિલન સમયેઙ્ગ હરિદર્શન મંદિરખાતે મોટી સંખ્યામાં હરિભકતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સંતોના આશિર્વાદ  પ્રાપ્ત કર્યા હતા.

(3:49 pm IST)