રાજકોટ
News of Monday, 24th June 2019

ઇન્દીરાનગરમાં એકલવાયુ જીવન ગાળતા જગદીશભાઇ ચૌહાણનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા.૨૪: રૈયાધાર ઇન્દીરાનગરમાં એકલા રહેતા દલીત યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ રૈયા ધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે ઇન્દીરાનગર શેરી નં.૭માં રહેતા જગદીશભાઇ કાળાભાઇ ચૌહાણ (ઉ.૪૦)એ પોતાની ઓરડીમાં લોખંડના એંગલમાં કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. જેન્તીભાઇ સોંદરવા તથા  રાઇટર બ્રીજરાજસિંહએ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક જગદીશભાઇ અપરણીત હતા અને તે એકલા રહેતા હતા તે કડીયાકામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા તે બેભાઇમાં મોટા હતા તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)