રાજકોટ
News of Monday, 24th June 2019

આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકો દ્વારા વિવિધ સ્થળે યોગાભ્યાસ

યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણજીના સુક્ષ્મ સાનિધ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઇ હતી. એ સમયે રાજકોટમાં પણ મહાપાલિકા યોજીત ૬ શીબીરોમાંથી ૩ માં પતંજલી યોગ પીઠ પ્રશિક્ષિત ભાઇ બહેનો દ્વારા યોગાભ્યાસ કરાવાયો હતો. એ અંતર્ગત સાધુવાસવાણી માર્ગ પરના યોગ મેદાનમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રાંત પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, જિલ્લા પ્રભારી નટુભાઇ ચૌહાણ, કિશાન પંચાયતના પ્રભારી પ્રભુદાસ મણવર, શહેર ભાજપ પદાધિકારીઓ પુષ્કરભાઇ પટેલ, કમલેશભાઇ મીરાણી, અશ્વિનભાઇ ભોરણીયા, રૂપાબેન શીલુના હસ્તે દીપપ્રાગટયથી યોગ શીબીર ખુલ્લી મુકવામાં આવી હતી. યોગ સંચાલન નટુભાઇ ચૌહાણે કરેલ. અલ્પાબેન પારેખ અને હંસરાજભાઇ પટેલે નિદર્શન કરેલ. જયારે ગ્રાઉન્ડમાં ધર્માબેન આર્ય, વિમળાબેન, પ્રિના આરદેશણા, હિનાબેન સાપરીયા વગેરેએ નિર્દેશન કરેલ. હર્ષદભાઇ યાજ્ઞિક, રજનીભાઇ ધમસાણીયાએ ફોટોગ્રાફી સંભાળી હતી. અમરશીભાઇ વાડોલીયા, ચેતન દોશી, ખોડુભા ચાવડા, નિર્મળાબેન કારેલીયા, આશાબેન લીંબાસીયા વગેરેઅ પ્રચાર પ્રસાર કાર્ય સંભાળ્યુ હતુ. નાના મવા ચોકડી પાસેના મેદાનમાં યોજાયેલ યોગ સત્રમાં લક્ષ્મણભાઇ પટેલ, યોગ ગુરૂ કિશોરભાઇ પઢીયાર સાથે મહિલા સમિતિના અધ્યક્ષ નિશાબેન ઠુમ્મર અને સભ્યો પદ્દમાબેન રાચ્છ, પુનમબેન કટારીયા, બિનાબેન ધકાણ, માલતીબેન પારેખ દ્વારા યોગ નિદર્શન કરાવાયુ હતુ. મેદાનમાં કિરણબેન માખેચા, સોનલબેન ખૂંટ, પ્રિયાબેન ગજેરા, કવિતાબેન ભલસોડ, યુવા ભારતના વિશાલ   સોજીત્રા, કાર્તિક ઘેડીયા, દિનેશભાઇ ઠુમ્મર, નિતિનભાઇ કેશરીયાએ નિર્દેશન કરેલ. ત્રીજો કાર્યક્રમ મહાત્મા ગાંધી મ્યુઝીયમ મેદાનમાં આર્ટ ઓફ લીવીંગના સંકલનમાં યોજાયો હતો. જેમાં અજયભાઇ મકવાણાના નિર્દેશનમાં યોગાભ્યાસ કરાવાયો હતો. પતંજલી યોગ સમિતિના શિક્ષિકા બહેનો નયનાબેન રાજયગુરૂ, યોગીનીબેન માણેક, વંદનાબેન જાદવ, મમતાબેન શર્માએ નિદેર્શન આપેલ.

(3:45 pm IST)