રાજકોટ
News of Monday, 24th June 2019

જે.જી.માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : વિજેતા ખેલાડીઓને ઇનામો

 રાજકોટઃ હિરેન મહેતા (ડીવીઝનલ સેક્રેટરી wrms)ની યાદી મુજબ  જે.જી. માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનીસ ટુર્નામેન્ટનું  દિલધડક ફાઇનલ મેચ સાથે સમાપન થયું છે.  આ ટુર્નામેન્ટમાં અન્ડર - ૧૦,૧૪,૧૬ બોયઝ તથા અન્ડર ૧૪ ગર્લ્સ એઇજ ગ્રૃપમાં ૫૫થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. અંતિમ ચરણમાં અન્ડર૧૦માં રનર્સ અપ સુનય પારેખ, ચેમ્પીયન અભિનવ પરમાર, અન્ડર ૧૪માં મયન ચગ તથા વિનર દેવખાંટ થયેલ. અન્ડર -૧૬માં રનર્સ અપ સિંધ્ધાર્થ પટેલ અને ચેમ્પીયન વેદાંત નાગરેચા થયેલ. અન્ડર-૧૪ ગર્લ્સમાં રનર્સઅપ વેદીતા વાછાંની અને ચેમ્પીયન  કાવની રાણપરા થયા હતા.  ફાઇનલ મેચમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ . આ પ્રસંગે મુખ્ય અતિથિ એ.ડી.આર.એમશ્રી એસ.એસ. યાદવ, આર.ડી. એસ.એ. સેક્રેટરી શ્રી અભિનવ જૈફ, સી.એમ.એસ., ડો. જે.પી. રાવત, સીનીયર ડી.એમ.ઇ.એલ.એન. દશમા, એસીએમ શ્રી આર. પુરોહીત, અકિલાના સિનીયર પત્રકાર અને જીવન કોમર્શીયલ કો.ઓપ. બેંકના ડીરેકટર શ્રી જયદેવસિંહ જાડેજા તથા શ્રી મતિ પ્રફુલ્લાબેન સોલંકી  સહિતના મહેમાનો ઉપસ્થિત રહેલ હતા.

આ ટુર્નામેન્ટમાં ના સમાપન પ્રસંગે શ્રી હિરેન મહેતાએ જણાવેલ કે તંત્ર રેલ્વે દ્વારા હંમેશા સ્પોર્ટસને અગ્રીમ ધોરણે મહત્વતા મળી છે. અને રેલ્વેના અધિકારીઓ દ્વારા જે સહયોગ મળે છે એ જોતા અહિ સ્પોર્ટસ વધુને વધુ ડેવલપ થશે. અને ખુબ સારા અને સફળ ખેલાડીઓ આ દેશને મળતા રહેશે. આ પ્રસંગે એ.ડી.આર.એમ., શ્રી એસ.એસ. શ્રી યાદવે સૌપ્રથમ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના સચિવ અને તેમની ટીમને સફળ ટુર્નામેન્ટના આયોજન બદલ અભિનંદન પાઠવેલ તથા આવી સામાજીક પ્રવૃતિઓ કરી સમાજની સહાકારત્મક જરૂરીયાતો અને બાળકો માટે એક પ્લેટ ફોર્મ આપતા રહો એવી શુભકામનાઓ આપેલ. આર.ડી.એસ.ઓ સ્પોર્ટસ સેક્રેટરી અભિનવ જૈફએ કહયું હતું કે લોન ટેનીસ ખુબજ અઘરી અને બહુ ઓછી રમાતી ગેમ છે. તેની ટુર્નામેન્ટનું આયોજન કરનાર વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના સચિવ હિરેન મહેતાને અભિનંદન તથા રોજર ફેડરરનું ઉદાહરણ આપેલ કે શરૂઆતમા સતત હારી જતા ફેડરર આજે વિશ્વ ચેમ્પીયન છે એટલે હારી જનાર ખેલાડીઓ નિરાશ ન થતા ખુબ મહેનત કરીને આગળ સફળતા મેળવો એવી શુભેચ્છાઓ. આ કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રીમતી અવની ઓઝા અને રેફરી જસ્મીન ઓઝાએ પણ જીતનાર ખેલાડીઓને અભિનંદન પાઠવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી હીરેન મહેતાની આગેવાની હેઠળ રેફરી જસ્મીન ઓઝા, કેતન ભટ્ટી, રામક્રિષ્ન, ઝવેર ટીંબાણીયા, જીલ ટીંબાણીયાએ તથા મહિલા વિંગના અવની ઓઝા, પુષ્પા ડોડીયા, ધર્મિષ્ઠા પૈજા, જયોતિ મહેતાએ જહેમત ઉઠાવેલ .

(3:39 pm IST)