રાજકોટ
News of Monday, 24th June 2019

નવાગામના રાહુલે ખંભાળા પત્નિ સાથે અગિયારસ કરવા ગયા બાદ ઝેર પીધું

પત્નિએ માવતરે રોકાવા બાબતે ચડભડ કરતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૪: નવાગામ જુના કુવાડવા પોલીસ સ્ટેશન સામે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં રાહુલ હકુભાઇ મકવાણા (ઉ.૨૧) નામના દેવીપૂજક યુવાને જસદણના ખંભાળા ગામે સસરા રમણભાઇ રાફુકીયાને ત્યાં ઝેર પી લેતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે.

રાહુલના લગ્ન છ મહિના પહેલા જ શિલ્પા સાથે થયા છે. પતિ-પત્નિ ભીમ અગિયારસ કરવા ખંભાળા ગયા હતાં. એ પછી પત્નિ સાથે ત્યાં વધુ દિવસ રોકાવા બાબતે ચડભડ થતાં રાહુલે ઝેર પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જસદણ જાણ કરી હતી.

(11:55 am IST)