રાજકોટ
News of Monday, 24th June 2019

૧૫ વર્ષના માનસિક વિકલાંગ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઃ કણકોટ પાટીયાનો ૧૮ વર્ષનો વિજય મકવાણા ઝડપાયો

તાલુકા પોલીસે શિક્ષીકા માતાની ફરિયાદને આધારે હવસખોરને તાકીદે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટઃ શહેરના નવા દોઢસો ફુટ રીંગ રોડ પર રહેતાં એક શિક્ષીકાના માનસિક વિકલાંગ એવા ૧૫ વર્ષના દિકરાને ૧૮ વર્ષના એક સફાઇ કામ કરવા આવતાં ઢગાએ હવસનો શિકાર બનાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા આ શખ્સ સામે ફિટકાર વરસ્યો છે. તાલુકા પોલીસમાં મામલો પહોંચતા ગણતરીના સમયમાં આ શખ્સને ઝડપી લીધો છે.

જાણવા મળ્યા મુજબ શિક્ષીકાનો ૧૫ વર્ષનો પુત્ર માનસિક વિકલાંગ છે. તેઓ શનિવારે શાળાએ નોકરી પર ગયા હતાં ત્યારે તેમનો દિકરો એકલો ઘરે હતો. શિક્ષીકા બપોરે શાળાએથી પરત ઘરે આવ્યા ત્યારે દિકરાની હાલત જોઇ ચોંકી ગયા હતાં. તેણીએ પુત્રને ઇશારાથી શું થયું? તે અંગે પૃછા કરતાં પુત્રએ જે સમજાવ્યું તે જાણીને શિક્ષીકા સ્તબ્ધ થઇ ગયા હતાં. આ અંગે પડોશીઓને ઘરે કોઇ આવ્યું હતું કે કેમ? તે બાબતે પુછતાં એપાર્ટમેન્ટમાં સફાઇ કામ કરવા આવતો શખ્સ આવ્યો હોવાની વિગતો મળી હતી.

આ માહિતીને આધારે શિક્ષીકા તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતાં. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. એસ. વણઝારા અને ટીમના પીએસઆઇ પી. એમ. રાઠવા, એન. ડી. ડામોર, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, વિરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ જાડેજા, અરજણભાઇ સહિતે આઇપીસી ૩૭૭ તથા પોકસો હેઠળ ગુનો નોંધી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર વિજય શૈલેષભાઇ મકવાણા (ઉ.૧૮-રહે. કણકોટના પાટીયા પાસે)ને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

(2:17 pm IST)