રાજકોટ
News of Friday, 24th May 2019

સુરતની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી :ખાનગી શાળાઓમાં વેકેશનમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ ;કડક પગલાંની તાકીદ

રાજકોટ: સુરતની કંપારી છૂટાવાતી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ભયાવહ આગમાં 20 વિદ્યાર્થીઓના કરૂણમોત નિપજ્યા છે ઘોર બેદરકારી સામે મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે રાજકોટ,અમદાવાદ,વડોદરા મહેસાણામાં સમી સાંજથી ચેકીંગ હાથ ધરાયુ છે અને ટ્યુશન ક્લાસીસમાં સુરક્ષાના અને ફાયર સેફટીના સાધનો અંગે તપાસ હાથ ધરાઈ છે જ્યાં ફાયર સેફટીના સાધનો અપૂરતા માલુમ પડતા બંધ કરાવાયા છે

  ટ્યુશન ક્લાસ બાદ ખાનગી શાળાઓ સામે પણ શિક્ષણ વિભાગે લાલઆંખ કરી છે વેકેશનના સમયગાળા દરમિયાન ખાનગી શાળામાં ચાલતા શિક્ષણ કાર્ય બંધ કરવા તાકીદ કરી છે આજે મોડીરાત્રે ખાનગી શાળા સંચાલક મહમણ્ડલ દ્વારા પણ સૂચના આપવામ આવી છે કે એકપણ ખાનગી શાળા વેકેશન દરમિયાયન ચાલી ના રાખવી અન્યથા કડક પગલાં લેવા ટકીળ કરી છે

(11:25 pm IST)