રાજકોટ
News of Friday, 24th May 2019

રાજકોટમાં ફાયર વિભાગે સંખ્યાબંધ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવ્યા :ફાયર સેફટી વિહોણા હાટડાઓ પર તવાઈ

મવડી,બેકબોન,યાજ્ઞિક રોડ,અમીનમાર્ગ,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ

રાજકોટ :સુરતના સરથાણામાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ ભભુકતા 20 જેટલા માસુમ બાળકોના મોત નિપજ્યા છે રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સર્વાંગી તપાસના આદેશ આપ્યા છે ત્યારે રાજકોટ ફાયર વિભાગે સંખ્યા બંધ સ્થળે ચાલતા ટ્યુશન કલાસ કરાવ્યા બંધ કરાવાયા છે

  રાજકોટ ફાયર વિભાગ દ્વારા શહેરના  મવડી,બેકબોન, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધમધમતા શૈક્ષણિક હાટડાઓ ઉપર કર્યું ચેકીંગ કર્યું હતું અને ફાયરના ધારાધોરણના ભંગ બદલ અનેક ટ્યુશન ક્લાસીસ બંધ કરાવાયા છે

  સુરત  ઘટના બાદ કુંભકર્ણની ઊંઘમાંથી સફાળે જાગેલા તંત્રએ સંખ્યાબંધ સ્થળે ફાયર સેફટી વગર જ ધમધમતા શિક્ષણના હાટળા પર ચેકીંગ કર્યું હતું

(10:03 pm IST)