રાજકોટ
News of Friday, 24th May 2019

રેસકોર્ષ રીંગ રોડનું બ્યુટીફીકેશનઃ નવા સુંદર ડિવાઇડરો નાંખવાનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં રેસકોર્ષ રીંગ રોડમાં લોકભાગીદારી પ્રોજેકટ હેઠળ ડિવાઇડરોનું બ્યુટીફીકેશન હાથ ધરાયું છે. જે અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર પાસેના ચોક ખાતે નવા ડીઝાઇનર ડિવાઇડરો નાંખવાનો પ્રારંભ થયો છે. જે તસ્વીરમાં દર્શાય છે. આ પ્રોજેકટ મુજબ આ બ્યુટીફીકેશનમાં ડિવાઇડરોનું  કલરકામ, ફુલછોડ વગેરેનો ખર્ચ ખાનગી એડવર્ટાઇઝીંગ એજન્સી ભોગવશે તેના બદલામાં કંપનીને ડિવાઇડરમાં જાહેરાતો મુકવાના હક્ક અપાશે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:12 pm IST)