રાજકોટ
News of Friday, 24th May 2019

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા બાજ મહાકુંભ-ભાગવત સપ્તાહ મહોત્સવ

વ્યાસાસને રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટઃ દરરોજ સાંજે જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યક્રમોઃ રાત્રે લોકડાયરો-કવિ સંમેલન-ટેલેન્ટ શોનું ભવ્ય આયોજનઃ અકિલાની મુલાકાતે જ્ઞાતિજનો

અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ બાજ મહાકુંભ અંતર્ગત આયોજીત શ્રીમદ્દ ભાગવદ્ સપ્તાહ, લોકડાયરો સહિતના કાર્યક્રમોની વિગતો આપતા જ્ઞાતિજનો તથા અકિલાના પત્રકાર તુષાર એમ. ભટ્ટ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨૪ :. શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી તા. ૨૮/૫/૨૦૧૯ થી તા. ૩/૬/૨૦૧૯ સુધી રાજકોટમાં ગોપાલ ચોક રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ એચપી પેટ્રોલ પંપ સામે, દોઢસો ફૂટ રીંગ રોડ ખાતે' બાજ મહાકુંભ - ૨૦૧૯ અંતર્ગત સર્વ પિતૃ મોક્ષાર્થે અને દેવાધિ દેવ મહાદેવજીની અધ્યક્ષતા હેઠળ 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ઙ્ગઅકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ જ્ઞાતિજનોએ ધર્મોત્સવ અંગે માહિતી આપી હતી.

આયોજન અંગે જ્ઞાતિજનોએ જણાવ્યુ હતુ કે, મંગળવારથી શરૂ થતી ભાગવત્ સપ્તાહના વ્યાસાસને જ્ઞાતિના મૂર્ધન્ય કથાકાર શ્રી કૌશિકભાઇ ભટ્ટ બિરાજશે. કથાના સાતેય દિવસ કથામાં પધારેલા તમામ જ્ઞાતિજનો માટે બપોરનાં ૧.૦૦ કલાકે મહાપ્રસાદનંુ આયોજન કરવામાં આવ્યું છે.

તદ્ઉપરાંત સાતેય દિવસ રોજ બપોરે ૩.૦૦ થી ૬.૩૦ સુધી જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમોઙ્ગ યોજાશે. જેમાં પ્રથમ દિવસેઙ્ગ તા. ૨૮મીનાઙ્ગ બપોરેઙ્ગ ૩ થી ૬.૩૦ દરમિયાનઙ્ગ પરિચય મેળો, તા. ૨૯ ના બાજ બાળ પ્રતિભા દર્શન કાર્યક્રમ, તા. ૩૦ ના રોજઙ્ગ બપોરેઙ્ગ બાજ મહિલા સંમેલન,  તા. ૧ના રોજ બાજ વ્યવસાયલક્ષી સંમેલનઙ્ગ યુવા સંમેલનઙ્ગ કાર્યકર્તા સંમેલનઙ્ગ રોજગાર લક્ષીઙ્ગ માર્ગદર્શનઙ્ગ કાર્યક્રમઙ્ગ તથાઙ્ગ તા. ૨ને રવિવારે બાજ પંડિત સંમેલન જેમાંઙ્ગકથાકારો, વિદ્વાનો, કર્મકાંડ સાથેઙ્ગ સંકળાયેલા જ્ઞાતિજનો એક સાથે એકત્ર થશે.

રોજ રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી જ્ઞાતિના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૮ ના રોજ કૌશિકભાઇ દવે અને પંકજભાઈ દવે — દવે બંધુઓનો લોક ડાયરો, તા.૨૯ને બુધવારે પ્રફુલ દવેના સુપુત્ર હાર્દિક અને સુપુત્રી ઈશાની દવે શિવ આરાધના રજૂ કરશેતા. ૩૦ ને ગુરૂવારે બાજ યુવા કલાકારોની રમઝટ તા.૧ જૂનના રોજ કવિ કૃષ્ણ દવે અને બાજ કવિઓ નું બાજ કવિ સંમેલન, તા.૨ ને રવિવારે બાજ ટેલેન્ટ શો દ્વારિક દવે અને હેત દવે સં ગ યોજાશે

'બાજ મહા કુંભ - ૨૦૧૯'ની તૈયારીઓ અને કંકોત્રી વિતરણ નું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ જ્ઞાતિજનો ને નિમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે પરંતુ સંજોગોવશાત્ જો કંકોત્રી ન મળે તો પણ સમગ્ર વિશ્વમાં વસતા દરેકે દરેક 'શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ'ને આ જાહેર વિજ્ઞપ્તિ દ્વારા પોતાના જ આ પ્રસંગમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.ઙ્ગ

'બાજ મહાકુંભ ૨૦૧૯' વિશે વધુ જાણકારી મેળવવા કૌશિકભાઈ દવે (૯૮૭૯૧૮૯૫૨૯), જીજ્ઞેશ ભાઇ દવે (૯૪૨૮૨૫૪૭૦૨), દિવ્યેનભાઇ દવે (૯૮૭૯૮૭૮૦૮૫), હિતેશભાઈ વ્યાસ (૯૯૯૮૯૭૦૫૬૫), તુષારભાઈ ભટ્ટ (૯૭૨૫૦૯૫૧૨૨), ઙ્ગનયનભાઇ દવે (૯૮૨૪૮૮૮૮૯૬) જાગૃતભાઇ દવે (૯૯૦૪૧૨૧૦૫૦ ),  મનીષભાઇ દવે (૯૪૨૬૯૧૮૫૧૭)  અને વર્ષાબેન વ્યાસ (૯૯૯૮૯૭૨૦૦૭ ),ઙ્ગ હિનાબેન મહેતા (૯૬૬૪૯૧૭૭૮૫),ઙ્ગ રેખાબેન દવે (૯૫૧૦૩૨૨૭૬૩)નો સંપર્ક કરવા જણાવાયું છે

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અજયભાઈ ધગત, પ્રણવભાઇ દવે, ધર્મેશભાઇ દવે, દેવેન્દ્રભાઇ દવે, શ્રી પ્રકાશભાઇ દવે, શ્રી પરમવીરભાઇ દવે, મહેશભાઈ દવે, આશિષભાઇ દવે, લલીતભાઇ દવે, કમલેશભાઈ જોશી, ઉદયભાઇ દવે તેમજ ઘણાબધા કાર્યકરોજહેમત ઉઠાવી રહ્યા છે.

અકિલા કાર્યાલય ખાતે કૌશિકભાઈ દવે, દિવ્યેનભાઈ દવે, હિતેશભાઈ વ્યાસ, આશિષભાઈ દવે, અજયભાઈ ધગત, બીપીનભાઈ ડણાક, શિવકુમાર વ્યાસ, વત્સલ જોશી, હેમલ વ્યાસ, રેખાબેન દવે, વર્ષાબેન વ્યાસ, સોનલબેન વ્યાસ, ઉષાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)