રાજકોટ
News of Friday, 24th May 2019

પત્નિથી છુટકારો મેળવવા પતિએ કરેલ અરજીને ફેમીલી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા.૨૪: અત્રે પતિ-કિરણભાઇ હિરજીભાઇ ચૌહાણએ રાજકોટના ફેમેલી કોર્ટ-૨ના જજશ્રી જે.સી.બુધ્ધભટ્ટી સમક્ષ પત્નિ-જયાબેન સવદાસ ખેર વિરૂધ્ધમાં હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩(૧)(એ) મુજબ છુટાછેડા મેળવવા પત્નિ તરફથી અત્યાચાર, લગ્ન વખતે હકિકત છુપાવવા તથા શારિરીક ખામી અને સ્ત્રીતત્વની ખામી અન્વયેના કારણોસર દાવો કરેલ જે મુકદમો રદ કરતો મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.

આ કેસની વિગતેવાદી-કિરણભાઇના લગ્ન પ્રતિવાદી જયાબેન સાથે માંગરોળ મુકામે તા.૧૫-૫-૦૧ના રોજ થયેલ અને લગ્ન પહેલા પ્રતિવાદી-પત્નિએ જન્મ તારીખ ખોટી લખીને આપેલ અને ઉમર છુપાવેલ હતી.

ત્યારબાદ ભરણપોષણની રકમમાં વધારો કરવા કાર્યવાહી કરેલ તથા વાદી પતિએ પત્નીનો ત્યાગ કરેલ તેથી પત્નીએ એડવોકેટ મારફત નોટીસ આપી લગ્નહકકપૂર્ણ કરવા તથા અન્ય જે કાંઇપણ બાબત હોય તે બાબતે સમાધાન કરવા નોટીસ પાઠવેલ તેમ છતા પતિ દ્વારા તેવી કોઇ હરકત નોટીસ મુજબ નહી કરેલ અને અયોગ્ય કારણસર છુટાછેડા મેળવવા દાવો કરેલ હોય તેવો બચાવ પ્રસ્થાપીત કરવા વાદીને ઉંડાણ પૂર્વકની ઉલટ તપાસ તથા સમગ્ર હકિકત અન્વયેનો બચાવ એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયા મારફત બચાવ સ્પષ્ટ કરતા ફેમીલી કોર્ટ દ્વારા પતિએ માંગેલ પત્ની વિરૂધ્ધ છુટાછેડાની અરજી નામંજુર કરતો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

પ્રતિવાદી જયાબેન સવદાસ ખેર વતી એડવોકેટ જયેન્દ્ર એચ. ગોડલીયા તથા હિરેન ડી.લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, પિયુષ કોરીગા તથા ક્રિશ્નાબેન પીઠડીયા, કાજલબેન વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:58 pm IST)