રાજકોટ
News of Friday, 24th May 2019

ર૬ લોકસભા બેઠક જીતવા બદલ ભાજપને શુભેચ્છા પરંતુ મશીનરીનો દુરઉપયોગ લોકશાહી માટે ઘાતક : સોજીત્રા

બધા ઉમેદવારો એક લાખથી વધુ લીડથી હારે તે શંકાસ્પદ : ઇવીએમ વિસંગતતા અંગે પૂર્વ ડે. મેયરની ફરીયાદ

રાજકોટ, તા. ર૯ :  લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ર૬ સીટ પર વિજય થતા કોંગ્રેસ અગ્રણી નેતા મોહનભાઇ સોજીત્રાએ શુભેચ્છા પાઠવીને ભાજપે મશીનરીનો દુરઉપયોગ કરી ઇ.વી.એમ. અંગેની ફરીયાદો ચૂંટણી પંચના અધિકારીઓએ ધ્યાને ન લઇને એક તરફી વલણ અપનાવતા આ બાબત લોકશાહી માટે ઘાતક હોવાનું અને કોંગ્રેસે પણ હાર થી બોધ પાઠ લઇ રાષ્ટ્રીય લેવલથી ગ્રામ્ય વિસ્તાર સુધી આગેવાનો કાર્યકરો જે નિષ્ઠાથી કામ રે છે તેને યાય આપી રક્ષા કવચ આપવા એક નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ૧૦ લોકસભા સમાવિષ્ટ ૭૦ દક્ષિણ વિધાનસભા વોર્ડ -૭ બુથ ન઼. ૪૪માં મતગણતરી વખતે ટેબલ નં. રમાં ઇવીએમના નંબર બદલવા અંગે મોહનભાઇ સોજીત્રાએ ચૂંટણી અધિકારીને લેખીત ફરીયાદ આપી હતી પરંતુ અંતે કઇ જ પરીણામ ન આવતા લોકશાહીનું હનન થયુ હોય તેવી પ્રતિતિ થઇ હતી. આણંદ સીટ પર ભરતસિંહ સોલંકી એઇવીએમ મશીનમાં એક લાખથી વધુ મત વધુ નીકળ્યાની ફરીયાદ કરી છે.

રાજકોટ ૧૦ લોકસભા સમાવિષ્ટ વિધાનસભા ૬૮ પૂર્વ મતદાન મથક-૮૩માં મતદાન મથક નં. ૪૦ ઇવીએમ-૩ વીવીપેટ ખરાબ નીકળેલ હતા. મતદાન મથક નં. ૧૪૭ ૧૭/સીમાં પ્રમુખ અધિકારીએ કુલ કેટલા મત નોંધાયેલ હતા તેની ફોર્મ નં. ૧૭/ક વિગત દર્શાવેલ ન હતી વિગેરે ક્ષતીઓ જોવા મળેલ. આધાર પુરાવા સાથે રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ આ બાબતે એજન્ટોને સમજાવી ઝડપી મતગણત્રી સમેટી લઇ ઢાંક પીછોડો કરવાનું ષડયંત્ર હોય તેવો તેવો આક્ષેપ પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના અગ્રણી નેતા મોહનભાઇ સોજીત્રાએ આ તકે કર્યો છે.

(3:57 pm IST)