રાજકોટ
News of Friday, 24th May 2019

જેસીઆઇરાજકોટ સિલ્વરને ઝોન કક્ષાએ એવોર્ડ

રાજકોટઃ જેસીઆઇ એટલે જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઝોન-૭ નું અર્ધવાર્ષિક સંમેલન કલોલ ખાતે યોજાયું હતું. જેમાં જેસીઆઇ રાજકોટ સિલ્વરને વર્ષ દરમિયાન કરેલી કામગીરી નોંધ લઇ જુદી જુદી કેટેગરીમાં ૧૦ એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આયા હતા. જેસીઆઇ રાજકોટ સિલ્વરની કામગીરીની નોંધ લઇ વિવિધ કેેટેગરીનાં ૧૦ જેટલા એવોર્ડથી જેસીઆઇ રાજકોટ સીલ્વરના સભ્યોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સફળતા બદલ ઝોન લીડર ભરત પટેલ તેમજ ઝોન-૭ પ્રમુખ સતીષ કોયાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આ અર્ધવાર્ષિક સંમેલનમાં જેસીઆઇ રાજકોટ સીલવરના પાસ્ટ પ્રેસીડેન્ટ અને આ વર્ષનાં ઝોન સેક્રેટરી હિરેન મહેતા, પાસ્ટ પ્રેસીડેન્ટ અને આ વર્ષનાં ઝોન ઓફીસર મધુર નરસિયન, આ વર્ષના પ્રમુખ નુરૂદીન સાદીકોટ, સેક્રેટરી પ્રિતી દુદકીયા, મહિલા પાંખના વડા મરીયમ સાદીકોટ, જોઇન્ટ સેક્રેટરી પ્રતિક દુદકીયા, પી.આર.ઓ. ડિમ્પલ દુદકીયા, એડીટર હરીકૃષ્ણ ચાવડા, પંકજ ચોકસી, રાજકુમાર પાટડીયા, નરેન્દ્ર પીપળીયા, કમલેશ પઠાની, કેતન ધોળકીયા ઉપસ્થિત રહયા હતા.

(3:57 pm IST)