રાજકોટ
News of Friday, 24th May 2019

નકારાત્મકતાનો ખાત્મો : વિકાસનો સુવર્ણ સુરજ ફરી ઉગ્યો : ડો.જૈમનભાઇ

રાજકોટ, તા., ૨૪: લોકસભાની ચૂંટણી ભાજપે એકલા હાથે ૩૦૦ થી વધુ બેઠકો મેળવી ભવ્યાતીભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે પુર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આ ભવ્ય વિજયનાં શિલ્પી અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇને ત્યાં દેશની જનતાને શુભેચ્છાઓ આપતા એક નિવેદનમાં જણાવ્યું છે કે વિપક્ષની નકારાત્મકતાનો પ્રજાએ ખાત્મો બોલાવી દીધો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતીને સ્વીકારી જેથી દેશમાં ફરીથી વિકાસનો સુવર્ણ સુરજ ઉગ્યો છે. ત્યારે ભાજપ દેશવાસીઓના હિત અને અપેક્ષાઓ પુર્ણ કરવા પ્રમાણીક અને નિષ્ઠાપુર્વકનાં પ્રયત્નો કરશે તેવી ખાત્રી આ તકે ડો. ઉપાધ્યાયે ઉચ્ચારી છે.

(3:54 pm IST)