રાજકોટ
News of Friday, 24th May 2019

અંકિતાબેનની ભવ્ય વરસીદાન યાત્રાઃ ૩૦મીએ સુરતમાં દિક્ષા

રાજકોટ,તા.૨૧: વૈશાલીનગર દેરાસરના આંગણે પ્રથમવાર દિક્ષા મહોત્સવનો રૂડો અવસર આવ્યો છે. મુમુક્ષ અંકિતાબેન સુરતમાં દિક્ષા અંગીકાર કરનાર છે. તેમની અનુમોદના અર્થે વૈશાલીનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં ત્રિ- દિવસીય મહોત્સવનું ચાલુ રહ્યો છે.

શહેરના વૈશાલીનગર દેરાસરને ૩૦ વર્ષ પૂરા થાય છે અને શિક્ષિત ઇલેકટ્રોનિક એન્જિનીયર એવા સંઘના અંકિતાબેન સુરત ખાતે સંસાર ત્યાગી સાધ્વી બનવા જઇ રહ્યા છે. ત્યારે ૩ દિવસનો મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાય રહ્યો છે.

દીકરીના લગ્ન વખતે જેમ મા-બાપનું હૈયુ હિલોળે ચડે અને કાર્યકમ હોય તેવા જ કાર્યક્રમો વૈશાલીનગરની દીકરી અંકિતાબેનના દીક્ષા ગ્રહણ પ્રસંગે વૈશાલીનગર દેરાસરના સમગ્ર ટ્રસ્ટી મંડળનું હૈયું ઉછળે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના પ્રમુખ દિલીપભાઈ વસા, વિમલેશભાઈ વસા, રાજુભાઈ દોશી, પ્રદીપભાઈ પાટડીયા, નવીનભાઈ ચોકસી, દેવેનભાઈ દોશી અને કાંતિભાઈ ગઢેચા જહેમત ઉઠાવી રહ્યા છે. અંકિતાબેનનો દીક્ષા મહોત્સવ તા.૩૦ના રોજ સુરતમાં યોજાનાર છે.

દિક્ષા નિમિત્તે પૂ.આચાર્ય ભગવંતોની નિશ્રામાં ભવ્ય વરસીદાન યાત્રા વૈશાલીનગર દેરાસરથી નિકળી મહિલા કોલેજ અંડર બ્રીજ, કોટેચા ચોક, હનુમાન મઢીથી ફરી દેરાસર પહોંચી હતી. સમગ્ર રૂટ દરમિયાન મુમુક્ષુ અંકિતાબેન દ્વારા વરસીદાન કરવામાં આવેલ. યાત્રામાં  ઘોડા, ઉંટ અને કલાત્મક બગી જોડાયા હતા. તેમ દિલીપભાઈ વસાએ જણાવેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:29 am IST)