રાજકોટ
News of Thursday, 24th May 2018

ગૌ માતાના લાભાર્થે મવડીમાં કાલે માતાજીનો માંડવો

રાજકોટ તા.૨૪ : ગૌ માતાના લાભાર્થે  જય માતાજી ગ્રુપ દ્વારા કાલે તા. ૨૫ ના શુક્રવારે ચામુંડા માતાજીના ૨૪ કલાકના નવરંગા માંડવાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા જય માતાજી ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે ગાય માતાજીની સેવા માટે આ ધર્મમય આયોજન કરાયુ છે.

મવડી મેઇન રોડ, બાપા સીતારામ ચોક, સ્વામીનારાયણ ગુરૂકુળના ગેઇટ પાસે યોજાયેલ આ માંડવાની થાંભલીઓ રોપવાનું મુહુર્ત કાલે તા. ૨૫ ના સવારે ૮.૩૦ વાગ્યાનું છે. ૯.૩૦ વાગ્યે માતાજીના સામૈયા કરાશે. થાંભલી વધાવવાનું મુહુર્ત બીજા દિવસે શનિવારે સવારે શુભ ચોઘડીયાનું છે.

કલમના ભુવા તરીકે ચામુંડા માતાજીના ભુવા મુકેશભાઇ રણછોડભાઇ લીંબાણી અને રાવળદેવ તરીકે ધર્મેશ રાવળ સેવા આપશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં જય માતાજી ગ્રુપના સેવક અગ્રણીઓ જીજ્ઞેશભાઇ લીંબાણી, પિન્સભાઇ રૂડકીયા, અમિતભાઇ લીંબાણી, વિરલ મેસવાણીયા, જયરાજસિંહ ઝાલા ધર્મેશ ચૌહાણ, કેતન ભંડેરી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:06 pm IST)