રાજકોટ
News of Saturday, 24th April 2021

કોરોના દર્દીઓના ઓકસીજનની વ્યવસ્થા માટે ૪ અધિકારીઓને ખાસ ફરજ

શાપર-મેટોડામાં ઓકસીજન ઉત્પાદકો સાથે ઉત્પાદન અને વિતરણનુ સંકલન રાખશે

રાજકોટ તા. ર૪ :.. કોરોના વાયરસ અંતર્ગત રાજકોટ જિલ્લા-શહેર ખાતેની પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને કોરોનાના દર્દીઓ માટે ઓકસીજન ઉત્પાદન-સપ્લાઇ વિગેરે બાબતોનું સંકલન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતું હોઇ, ઓકસીજન યુનિટો ખાતે યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નીચે મુજબના અધિકારીશ્રીઓને ફરજ સોંપવા કલેકટર શ્રી રેમ્યા મોહને હુકમ કર્યા છે.

જેમાં શ્રીજી એર પ્રોડકટ, રામવાડીની સામે, શાપર ખાતે શ્રી કે. કે. રાઠોડ, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી રાજકોટ મો. ૯૭૧૪૭ ૦ર૭પ૩ તથા એ. એસ. ખવડ મદદનીશ કમિશનરશ્રી આદિજાતી વિકાસ, રાજકોટ મો. ૯પ૧ર૮ ૭૭પપપ અને જે. એન. વિડજા રાજય વેરા અધિકારીશ્રી, રાજકોટ, મો. ૯૮ર૪૪ ૧૭ર૮૮, તેમજ શ્રી વિશ્વેશ્વર ગેસ ઇન્ડસ્ટ્રીઝ, ગેટ નં. ૩, મેટોડા ખાતે શ્રી બી. એસ. કૈલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, રાજકોટ મો. ૮૧૪૧૪ ૩૩૪પ૦, બી. એમ. આગઠ, નાયબ ખેતી નિયામક શ્રી (વિસ્તરણ) અને રાજકોટ મો. ૯૮ર૪ર ૮૦૭૬૭, અને શ્રી એમ. એમ. દવે, નાયબ નિયામકશ્રી (તાલીમ) પ્રાદેશિક કચેરી, રાજકોટ, મો. ૯૮રપ૦ ૬૯૭૯૩,

ઉપરાંત શ્રી માધવ ઇન્ડસ્ટ્રીઝ ગેટ નં. ૩ મેટોડા ખાતે શ્રી ડી. આર. સરડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારશ્રી, રાજકોટ મો. ૯૯૦૯૯ ૭૧૬૯૪, શ્રી એન. પી. રાવલ, પ્રીન્સીપાલશ્રી આઇ. ટી. આઇ., રાજકોટ મો. ૯૭૧૪૭ ર૯ર૯૧ તથા શ્રી સચિન પાલ, જિલ્લા સંયોજક શ્રી, નહેરૂ યુવા કેન્દ્ર રાજકોટ, મો. ૯પ૩૭પ ૪ર૬૬પ

આ ઉપરાંત શ્રી ત્રિશુલ ઓકસીજન પ્રા. લી. પ્લોટ નં. પ, સર્વે મુરલીધર વે. બ્રીઝની પાછળ, ખાતે શ્રી પી. એમ. કલસરીયા, ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીશ્રી, રાજકોટ મો. ૮૮૬૬૮ ર૪૭પ૧, શ્રી એસ. પી. ચૌધરી, જીલ્લા રજીસ્ટ્રારશ્રી, રાજકોટ મો. ૯૪ર૭પ રપ૮૮૦ અને ડી. બી. આર્ય, નાયબ નિયામક શ્રી, જમીન દફતર, રાજકોટ મો. ૯૯૭૮૩ ૦૪૭૬૩ વગેરેને જવાબદારી સુપ્રત કરાઇ છે.

ઉપરોકત ફરજ સોંપેલ અધિકારીશ્રીઓએ તેમને સોંપવામાં આવેલ ઓકસીજન પ્લાન્ટ ખાતેથી ઓકસીજનનો જથ્થો સમયસર અને યોગ્ય રીતે જરૂરીયાત મુજબ સપ્લાઇ થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

ઓકસીજનના પુરવઠા અંગેના નોડલ અધિકારી જે. કે. પટેલ, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ મો. ૯૪ર૬૪ ૩ર૦પ૧, તથા વિરેન્દ્રભાઇ બસીયા, ડી. એલ. એમ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ મો. ૯૮૭૯૪ ૯ર૦ર૬ સાથે ઉકત ટીમોએ પરામર્શમાં રહી તેઓની સુચનાનુસાર કામગીરી કરવાની રહેશે.

આ હુકમથી નિમણુંક આપવામાં આવેલ અધિકારીશ્રીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલ ફરજનો ઇન્કાર કે ફરજમાં ચૂક કે બેદરકારીના પ્રસંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર૦૦પ ની કલમ-પ૬ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(4:01 pm IST)