રાજકોટ
News of Saturday, 24th April 2021

કાલાવડ રોડ સરકારી વસાહતમાં કાશ્મીરાબેન ગોંડલીયા પર શંકા કરી મારકુટ કરતા પતિનો ત્રાસ

ચોટીલા ચોબારી ગામના પતિ જયદીપ ગોંડલીયા સામે ગુનો

રાજકોટ તા. ર૪: કાલાવડ રોડ સરકારી વસાહતનાં કવાર્ટરમાં રહેતી મહિલા પર શંકાકુશંકા કરી મારકુટ કરી પતિ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ. પાસે શિવમનગર-૧ બ્લોક નં. ૩૦૯માં રહેતા અને જીલ્લા નોંધણી જીવનમાં કલાર્ક કાશ્મીરાબેન જયદીપભાઇ ગોંડલીયા (ઉ.વ. ૩ર) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ચોટીલાના ચોબારી ગામના હાલ કાલાવડ રોડ સરકારી વસાહત કવાર્ટર બ્લોક નં. પ/પ૮ ૮૪-બી યુનીટમાં રહેતા પતિ જયદીપ યોગેશભાઇ ગોંડલીયાનું નામ આપ્યું છે. કાશ્મીરાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે એમ.એ. સુધી અભ્યાસ કરેલ છે અને જીલ્લા નોંધણી ભવનમાં કલાર્ક તરીકે નોકરી કરે છે.

પોતાના આઠેક વર્ષ પહેલા ચોબારી ગામના યોગેશ રામરતનભાઇ ગોંડલીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે ચોબારી ગામે રહેતા હતા લગ્નના થોડો સમય પોતાને સારીરીતે રાખેલ લગ્નના ચાર વર્ષ બાદ પતિ નાની નાની વાતમાં વારંવાર ઝઘડો કરી મારકુટ કરતા પોતે તેના વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. બાદ પતિએ પોતાને હાથ જોડી માફી માગતા દોઢ માસ બાદ કોર્ટમાં સમાધાન કરેલ અને પોતે પતિ સાથે રાજકોટ કાલાવડ રોડ પરિમલ સ્કુલની બાજુમાં આવેલ સરકારી વસાહતના કવાર્ટરમાં રહેવા ગયા હતા ત્યાં તેણે એક માસ સુધી સારી રીતે રાખેલ બાદ પોતે સારા કપડા પહેરે કે માથું ઓળે તો શંકા કરી ઝઘડો કરી મારકુટ કરી હતી અને નોકરી પરથી ઘરે આવવામાં મોડું થાયતો ગુસ્સો કરી ગાળો આપી મારકુટ કરતો અને પોતાનો પગાર પણ વાપરી નાખતો હતો. થોડા દિવસ પહેલા પોતે પોતાની બહેન રીનાબેન સાથે વાત કરી અને તે રેકોર્ડીંગ પોતે ડીલીટ કરેલ હતું. જેથી પતિએ કહેલ કે 'તે તારી બહેન સાથે વાત કરી તેનું રેકોર્ડીંગ શા માટે ડીલીટ કરી નાખ્યું' તેવું કહી પોતાને મારકુટ કરવા લાગેલ અને કહેલ કે 'તારી બહેનને ફોન કર અને કે હવે તને કયારેય ફોન કરે નહીં' તેમ કહી મારતા હતા બાદ પોતે બહેનને ફોન કરતા તેણે ૧૮૧ ની ટીમે આવી પોતાને મહિલા પોલીસ મથકે લઇ આવ્યા હતા બાદ પોતે ફરિયાદ કરતા એ.એસ.આઇ. વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)