રાજકોટ
News of Saturday, 24th April 2021

મવડી ઓવરબ્રીજ પાસે બેભાન હાલતમાં અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ, તા.૨૪: મવડી ઓવરબ્રીજ પાસે એક અજાણ્યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતા માલવીયાનગર પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મવડી ઓવરબ્રીજ પાસે એક અજાણ્યો પુરૂષ (ઉ.વ.૩૫) બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા માલવીયાનગર પોલીસે મથકના હેડ કોન્સ દીલીપસિંહ તથા રાઇટર રવીભાઇએ સ્થળ પર પહોંચી યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબે તેનુ મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર કર્યુ હતું.

પોલીસ તપાસમાં અજાણ્યો યુવાન રખડતુ ભટકતુ જીવન ગાળતો અને કચરો વીણવાનું કામ કરતો હતો. જો આ યુવાનના કોઇ સગા સંબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧ ૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:03 pm IST)